ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વધી, અમદાવાદનું તાપમાન જાણી રહેશો દંગ

  • કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું
  • ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન છે જેમાં ગરમીનું રેડ અલર્ટ જાહેર

ગુજરાતમાં કાળઝાળ ગરમી વધી રહી છે. જેમાં અમદાવાદનું તાપમાન જાણી દંગ રહેશો. કારણ કે અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન છે. ત્યારે ગરમીનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં આકરી ગરમી યથાવત રહી હતી. તેમજ સુરેન્દ્રનગરમાં તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું છે. તેથી સંવેદનશીલ લોકો માટે અત્યંત કાળજી રાખવાની જરૂરિયાત છે.

કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું

કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. હવે આકરી ગરમીને લઈને હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સંવેદનશીલ લોકો માટે અત્યંત કાળજી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડિગ્રી તાપમાન

અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચ્યા છે. ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડિગ્રી તાપમાન છે. વડોદરા 45.0 ડિગ્રી તાપમાન, ડીસા 45.4 ડિગ્રી તાપમાન તથા અમરેલી 44.4 ડિગ્રી તાપમાન તેમજ રાજકોટ 43.8 ડિગ્રી તાપમાન અને અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સિવિયર હિટવેવની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના શહેરોમાં આજે ગરમીનું ઓરેન્જ અલર્ટ છે. મે મહિનાનો છેલ્લો સપ્તાહ પસાર થઈ રહ્યો છે અને આ સાથે જ ગરમીએ તેનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે.ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 24 સ્થળોએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું.

રાજસ્થાનમાં બાડમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ

રાજસ્થાનમાં બાડમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ, ચુરુમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી, ફલોદીમાં 47.8 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના રતલામમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી, મહારાષ્ટ્રના અકોલામાં 44.8 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 47.7 ડિગ્રી, પંજાબના ભટિંડામાં 46.6 ડિગ્રી, ગુજરાતના કંડલામાં 46.1 ડિગ્રી અને ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Back to top button