ટ્રેન્ડિંગમનોરંજન

યશની ‘ટોક્સિક’ના ટ્રેલરનો જાદુ, 14 કલાકમાં 14 મિલિયન વ્યૂઝ; ફેન્સ બોલ્યા- ‘એનિમલ-પુષ્પા બધું ફિક્કું’

‘Toxic’ Trailer : કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 8 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થયા બાદ માત્ર 14 કલાકમાં તેને YouTube પર 14 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

ટ્રેલરમાં યશનો ડાર્ક અને ખતરનાક અંદાજ જોવા મળ્યો છે, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

4 મિનિટ 38 સેકન્ડનું ટ્રેલર

‘ટોક્સિક’નું 4 મિનિટ 38 સેકન્ડનું ટ્રેલર એક ડરામણા પરંતુ ઈમોશનલ સીનથી શરૂ થાય છે. એક ઘાયલ બાળક યશના પાત્ર રાયાની માફી માંગતો જોવા મળે છે. ત્યારબાદ અચાનક ગોળીબાર થાય છે અને ટ્રેલર ઝડપથી હિંસા તથા એક્શનથી ભરાઈ જાય છે.

ટ્રેલરમાં યશ ડબલ રોલમાં જોવા મળશે તે પણ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ તે લાંબી દાઢી અને વાળવાળા ખતરનાક ગેંગસ્ટર રાયાના પાત્રમાં જોવા મળે છે, જ્યારે બીજી તરફ નાના વાળ અને ટેટૂ સાથે રૂમીના પાત્રમાં નજરે પડે છે.

યશના ડબલ રોલે વધારી ફેન્સની ઉત્સુકતા

ફિલ્મમાં યશના બંને પાત્રો એકબીજાથી ખૂબ જ અલગ જોવા મળે છે. રાયા એક ખતરનાક ગેંગસ્ટર છે, જ્યારે રૂમી પોતાના પિતા સામે જ લડતો જોવા મળે છે. યશના આ બંને અવતારોએ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે.

ટ્રેલરમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતરિયા અને રુક્મિણી વસંતની પણ ઝલક જોવા મળે છે.

14 કલાકમાં 14 મિલિયનથી વધુ વ્યૂઝ

8 ઓગસ્ટે સાંજે 7:01 વાગ્યે ‘ટોક્સિક’નું ટ્રેલર YouTube પર રિલીઝ કરવામાં આવ્યું હતું. માત્ર 14 કલાકમાં તેને 14 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ યશના લુક અને ટ્રેલરની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

કેટલાક ફેન્સે તો યશના ‘ટોક્સિક’ લુકની સરખામણી ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી ફિલ્મોના પાત્રો સાથે કરી છે. એક ફેને લખ્યું કે ટ્રેલર તેમની કલ્પના કરતાં પણ વધુ ડાર્ક છે, જ્યારે અન્ય એક ફેને યશના આ અવતારને ‘તબાહી’ ગણાવ્યો.

1940થી 1970ના ગોવાના માફિયા વિશ્વની વાર્તા

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ‘ટોક્સિક’ની વાર્તાની પૃષ્ઠભૂમિ 1940થી 1970 વચ્ચેના ગોવાના ડ્રગ ટ્રેડ અને માફિયા નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં એક્શન, ક્રાઈમ, પાવર અને માફિયા વર્લ્ડનું ખતરનાક મિશ્રણ જોવા મળશે. યશ ઉપરાંત ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતરિયા અને રુક્મિણી વસંત મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે કામના સમાચાર : ખેતી માટે સરકારે શરૂ કરી યોજના, જાણો કેવી રીતે કરી શકાશે અરજી?

Back to top button