મનોરંજન

ફિલ્મી પડદે જોવા મળશે મહાઠગ સુકેશ અને જેકલીન ફર્નાન્ડિસની લવ સ્ટોરી, ફિલ્મ બનાવવાની તૈયારી

મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન જ્યારે સુકેશનું નામ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયું તો બધાને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તાજેતરમાં હોળીના અવસર પર સુકેશે તેની લેડી લવ જેકલીન માટે એક લવ લેટર પણ લખ્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. તેમાં લખ્યું હતું કે તે જેકલીનને ખૂબ પ્રેમ કરે છે અને તે તેના માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ત્યારે હવે એવી ચર્ચા છે કે બોલીવુડમાં સુકેશ ચંદ્રશેખરના જીવન પર ફિલ્મ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસની લવસ્ટોરી જોવા મળશે.

સુકેશ અને જેકલીન ફર્નાન્ડીઝની લવસ્ટોરી પર બનશે ફિલ્મ

મહાઠગ સુકેશ ચંદ્રશેખરરૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે. ત્યારે જેકલીન ફર્નાન્ડીઝ પર પણ આરોપ છે કે તેણે સુકેશ પાસેથી કરોડો રૂપિયાના ગિફ્ટ લીધા છે. જેકલીનનું જીવન આ સમયે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે હવે સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસના રિયલ લાઈફમાં બનેલી આ ઘટનાઓ પર હવે બોલિવૂડમાં ફિલ્મ બનવામાં આવશે. તેના માટેની તૈયારીઓ હાલ કરવામા આવી રહી છે.

સુકેશ અને જેકલીન ફર્નાન્ડિસ-humdekhengenews

ફિલ્મ બનાવવા માટેની તૈયારીઓ શરુ

હાલ એવી ચર્ચા છે કે ફિલ્મ મેકર આનંદ કુમાર સુકેશ ચંદ્રશેખરના જીવન પર ફિલ્મ બનાવવા માંગે છે. જેના માટે તેઓએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. અને આ ફિલ્મ બનાવવા માટે આનંદ કુમાર સુકેશ અંગે જાણકારી એકત્ર કરવા તિહાર જેલમાં પણ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ સુકેશ વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આનંદ કુમાર આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ ગંભીર છે અને તેમણે આવતા 6 મહિના માટે એક હોટેલ પણ બુક કરાવી છે. આ હોટલમાં તેઓ લેખકોની તેમની ટીમ સાથે રહેશે અને આ ફિલ્મની વાર્તા વિકસાવવાનું કામ કરશે. આ ફિલ્મ વિશેના રિપોર્ટ્સમાં જે વાતો સામે આવી રહી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ખૂબ જ રસપ્રદ રીતે બનવા જઈ રહી છે.

સુકેશ અને જેકલીન ફર્નાન્ડિસ-humdekhengenews

2024 સુધી ફિલ્મ થઈ શકે છે રિલીઝ

રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ નિર્માતા આનંદ કુમાર ટૂંક સમયમાં સુકેશ ચંદ્રશેખરના જીવન પર બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. જો કે હાલમાં ફિલ્મના કાસ્ટિંગ વિશે કોઈ માહિતી આપવામા આવી નથી, પરંતુ જો અહેવાલોનું માનીએ તો, ટૂંક સમયમાં નિર્માતા ફિલ્મના શીર્ષક અને કાસ્ટિંગને જાહેરાત કરી શકે છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સુકેશ ચંદ્રશેખર પર બની રહેલી આ ફિલ્મ વર્ષ 2024ના અંતમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો : પંજાબી સિંગરે ‘કેસરિયા’ ગીત 5 ભાષામાં ગાયું, પીએમ મોદીએ વીડિયો શેર કરી કહી આ વાત

Back to top button