ભરૂચના સાયખા GIDCમાં વિશાલયકરણી કંપનીમાં ભયંક બ્લાસ્ટ, જુઓ વીડિયો

ભરૂચ 14 નવેમ્બર 2025: ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલયકરણી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બુધવારે મધરાત પછી (૧૩ નવેમ્બર, ૨૦૨૫) લગભગ ૨:૩૦ વાગ્યે પ્રચંડ બોઇલર વિસ્ફોટ થયો હતો, જેના CCTV ફૂટેજ સામે આવતાં આખો વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે આસપાસની કંપનીઓમાંથી કામદારો અને સ્ટાફ ભયભીત થઈને બહાર દોડી આવ્યા. અવાજ કિલોમીટરો સુધી સંભળાયો અને ધરતી ધ્રુજી ઉઠી હતી.
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે અચાનક બોઇલરમાંથી ભારે ધડાકો થયો, જેના કારણે કંપનીનું મુખ્ય રિએક્ટર અને બોઇલર યુનિટ ફાટ્યુ હતુ. આગની જ્વાળાઓ ઉંચે ઉછળી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા. કંપનીના કાટમાળના ટુકડા દૂર સુધી ઉડ્યા, જ્યારે આસપાસના વાહનો અને મશીનરીને નુકસાન પહોંચ્યું. ફૂટેજમાં કેટલાક કામદારો ભાગતા અને બૂમો પાડતા દેખાય છે.
આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં એક ઓપરેટર અને એક હેલ્પરનો સમાવેશ થાય છે, જે વિસ્ફોટ સ્થળે જ હતા. ઘાયલોને તાત્કાલિક ભરૂચ અને વલસાડની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.
ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓએ ઘણી મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો. પોલીસ અને GIDC અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે. પ્રાથમિક તપાસમાં બોઇલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દબાણ વધી જવું અને સેફ્ટી વાલ્વ નિષ્ફળ જવું તે મુખ્ય કારણ ગણાય છે. NSG અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: શું વાત છે! હવે માણસો 150 વર્ષ જીવશે? ચીનના વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે એન્ટી એજિંગ દવા












