ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડ કપ 2026: ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે ICCએ કરી મોટી જાહેરાત, આ દિગ્ગજો સંભાળશે જવાબદારી

નવી દિલ્હીઃ 30 જાન્યુઆરી, 2026: ટી20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે, જેનું ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચિત એવો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ‘હાઈ વોલ્ટેજ’ માનવામાં આવે છે. આ હાઈ-પ્રોફાઈલ મેચને લઈને આઈસીસી (ICC) એ મોટી જાહેરાત કરી છે.

ભારત-પાકિસ્તાન મેચ માટે અમ્પાયરોની જાહેરાત

ICC એ ટી20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજ માટે મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી દીધી છે. જેમાં કુલ 24 ઓન-ફિલ્ડ અમ્પાયર અને 6 મેચ રેફરીનો સમાવેશ થાય છે. ભારત-પાકિસ્તાન મેચમાં અમ્પાયરિંગની જવાબદારી બે અનુભવી અને દિગ્ગજ અમ્પાયરોને સોંપવામાં આવી છે. આ મેચમાં શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઈંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે જોવા મળશે.

કુમાર ધર્મસેનાએ અગાઉ પણ ઘણી મોટી મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે, જેમાં 2016 અને 2022ના ટી20 વર્લ્ડ કપ ફાઈનલનો સમાવેશ થાય છે. તેઓ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ (પાકિસ્તાન વિ. નેધરલેન્ડ) માં પણ અમ્પાયરિંગ કરશે. બીજી તરફ, ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં અમેરિકા સામે રમશે, જેના માટે પોલ રાઈફલ અને રોડ ટકરની નિમણૂક કરવામાં આવી છે.

ટી20 વર્લ્ડ કપ 2026 માટે મેચ ઓફિશિયલ્સની યાદી

  • મેચ રેફરી: ડીન કોસ્કર, ડેવિડ ગિલ્બર્ટ, રંજન મદુગલે, એન્ડ્રુ પાઈક્રોફ્ટ, રિચી રિચાર્ડસન, જાવગલ શ્રીનાથ.
  • અમ્પાયરો: રોલેન્ડ બ્લેક, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગેફની, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબરો, વેન નાઈટ્સ, ડોનોવન કોચ, જયરામન મદનગોપાલ, નીતિન મેનન, સેમ નોગાજસ્કી, કેએનએ પદ્મનાભન, અલ્લાહુદ્દીન પાલેકર, અહસાન રઝા, લેસ્લી રીફર, પોલ રીફલ, લેંગ્ટન રૂસેરે, શરફુદ્દૌલા ઈબ્ને શાહિદ, ગાઝી સોહેલ, રોડ ટકર, એલેક્સ વ્હાર્ફ, રવીન્દ્ર વિમલાસિરી, આસિફ યાકુબ.

 

Back to top button