સુરેન્દ્રનગર SOGએ દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી

સુરેન્દ્રનગર 5 જુલાઈ 2025: સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજી (SOG) પોલીસ ટીમે ગેડીયા-ખેરવા રોડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને દેશી બંદૂક સાથે શખ્સ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને દેશી મઝરલોડ બંદૂક સાથે ગેડીયા ગામના રહેવાસી સાહિલખાન બિસ્મિલાખાન મલેકની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹3,000 કિંમતની બંદૂક કબજે કરી છે. આ બનાવને લઈને બજાણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ હવે આ દેશી બંદૂક ક્યાંથી અને કેવી રીતે મેળવાઈ તેની દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. આરોપી પૂર્વમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે કે કેમ એ દિશામાં પણ તપાસ થઈ રહી છે.
આ પણ વાંચો: ઊંઝા APMC નજીકના રેલવે ઓવરબ્રિજ પર ફરી સળિયા દેખાયા, દર વર્ષની જેમ તંત્ર નિષ્ક્રિય












