ગુજરાતટ્રેન્ડિંગ

સુરત : કમોસમી વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા, પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી

  • અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો
  • નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી
  • વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા

સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.

નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી

સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરિંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા

વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા છે આજે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તેના પરથી પાઠ ભણીને પાલિકા કામગીરી કરે તો આગામી ચોમાસામાંથી સુરતને વરસાદી પાણીના આફતમાંથી બચાવી શકાય છે તેવી વાત લોકો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં PM મોદીના કાર્યક્રમોમાં QR કોડ વિના પ્રવેશ મળશે નહિં 

Back to top button