સુરત: સીટી અને BRTS બસમાં ટિકિટ ચોરી કૌભાંડમાં આખી બસ વગર ટિકિટે ઝડપાઈ

- ડ્રાઈવર કન્ડકટરોને સસ્પેન્ડ અને બ્લેક લિસ્ટ સુધીની કામગીરી કરી
- ટીકીટ નહી હોવાથી પાલિકાએ 22680 રૂપિયાનો દંડ પણ વસુલ કર્યો
- કન્ડકરો દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટીકીટ ન અપાતી
સુરત પાલિકા દ્વારા સીટી અને બીઆરટીએસ બસમાં ટિકીટ ચોરી અટકાવવા માટે દંડ વસુલવા અને ડ્રાઈવર કન્ડકટરોને સસ્પેન્ડ અને બ્લેક લિસ્ટ સુધીની કામગીરી કરી છે. પાલિકાએ આક્રમક કામગીરી શરુ કરી છે તેની અસર ડ્રાઈવર કન્ડકર પર થઈ નથી અને ચેકીંગના બીજા દિવસે એક આખી બસમાં પેસા લઈને મુસાફરોને ટીકીટ આપી ન હોવાનું બહાર આવ્યું છે. બીજા દિવસે ટીકીટ નહી હોવાથી પાલિકાએ 22680 રૂપિયાનો દંડ પણ વસુલ કરવા સાથે કન્ડકટરોને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી.
કન્ડકરો દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટીકીટ ન અપાતી
સુરત પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં ટીકીટ કૌભાંડ થઈ રહ્યું છે તેને ડામવા માટે પાલિકા અને સીટી લિંક દ્વારા આકરા પગલાં ભરવા પહેલા એક બેઠક કરી હતી. જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટીકીટ વિનાના મળી આવતાં તેમની પાસેથી 1500 રુપિયાનો દંડ વસુલ્યો હતો. ત્યાર બાદ ચેકીંગના બીજા દિવસે પાલિકાના આશ્ચર્ય વચ્ચે હજી પણ કન્ડકરો દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટીકીટ ન અપાતી હોવાનું બહાર આવ્યું હતું.
રૂટ નંબર 105 તથા 205 ને સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું
પાલિકાની આજની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ખરવર નગરથી ભાઠેના સર્કલ પર રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254 અને સોસીયો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205 ને સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન રૂટ નંબર 205ની એક બસ એવી મળી હતી. જેમાં કન્ડકટરે મુસાફરો પાસેથી ટીકીટના પેસા લીધા હતા પરંતુ એક પણ મુસાફરને ટિકિટ આપી ન હતી. જેને દસ ગણી પેનલ્ટી કરવા સાથે કન્ડકટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે રૂટ 105 સીટી બસમાં કંડકટર પાસેથી 2250 રૂપિયા કલેક્શન થી વધારે મળી આવતા 23 પેનલ્ટી કરી કંડકટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરી હતી.
દરવાજો ખુલ્લા રાખી ગાડી ચલાવતો હોવાથી ડોર ઓપન પેનલ્ટી કરાઈ
રૂટ નંબર 205ના અન્ય એક કન્ડકટર પાસે આઈ કાર્ડ પણ ન હતો અને યુનિફોર્મ પણ પહેર્યો ન હતો તેથી સસ્પેન્ડ કરાયો છે. કોમલ સર્કલ પર પાલિકાની ટીમ ચેકીંગ કરી રહી હતી ત્યારે એક કન્ડકટર વીડિયો રેકોર્ડીંગ કરતો હોય તેને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે. આ જ રૂટ પર એક બસ કન્ડકટર પાસેથી પર્સલન કેસ કરતા 3300 રૂપિયા વધુ મળી આવ્યા હતા તેને પણ બ્લેક લિસ્ટ કરવા માટે સુચના આપી છે. ચેકીંગ દરમિયિાન રૂટ નંબર 104ના કંડકટર યુનિફોર્મ અને આઈકાર્ડ વગર હોવાના કારણે સસ્પેન્ડ કરી ડ્રાઇવર દરવાજો ખુલ્લા રાખી ગાડી ચલાવતો હોવાથી ડોર ઓપન પેનલ્ટી કરાઈ છે.












