ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં હીરાનો મેનેજર ફસાયો, દોઢ લાખમાં લાવેલી દુલ્હન રફુચક્કર થઈ ગઈ

સુરત, 18 માર્ચ 2026: સુરતમાંથી લૂંટેરી દુલ્હનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતા 43 વર્ષિય વિપુલ ટીંબડિયા હીરાની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે 2જી ઓક્ટોબર 2025ના રોજ અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા હતા.

સુરતના આ મેનેજર સાથે 1.70 લાખ રુપિયા લઈને લગ્ન કરનારી આ લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ ફેસબુક પર અપલોડ કરેલા એક ફોટાના કારણે થયો હતો.  બે દિવસ પહેલા હોસ્પિટલના કામથી રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્ની જસદણમાં બીજા યુવક સાથે કરેલા લગ્નનના ફોટો અપલોડ કર્યા બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા

અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો 43 વર્ષીય વિપુલ ટીંબડિયા હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે બીજી ઓક્ટોબરના રોજ અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે લગ્ન વખતે આ યુવક પાસેથી વચેટિયા તરીકે રહેલાં કમલેશ રામ કમાણીએ 1.70 લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: બેંગલુરુની ચોંકાવનારી ઘટના: વૃદ્ધને કોથળામાં નાખી પાર્સલ કરવા નીકળ્યો પરિવાર, આ રીતે ભાંડો ફુટ્યો

Back to top button