‘પ્રાઇવેટ પાર્ટ પકડવો દુષ્કર્મ નથી…’ અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટ નારાજ, CJI એ લગાવી ફટકાર

નવી દિલ્હી: 9 ડિસેમ્બર, 2025: ‘પ્રાઇવેટ પાર્ટ પકડવો રેપ નથી’ એવી ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, કોર્ટે એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ જે પીડિતને ડરાવી દે અથવા તેમને અસહજતાનો અનુભવ કરાવે.
CJI એ નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન, CJI એ ઇલાહાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે પોક્સો (POCSO) એક્ટ હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતી વખતે આ ટિપ્પણી કરી હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે ‘પ્રાઇવેટ પાર્ટને પકડવું એ બળાત્કાર (Rape) ની વ્યાખ્યા હેઠળ આવતું નથી.’
સુપ્રીમ કોર્ટનું વલણ:
CJI એ સ્પષ્ટ કર્યું કે, જ્યારે પણ કોર્ટ દ્વારા જાતીય શોષણ અથવા હિંસાના કેસમાં ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે ન્યાયાધીશોએ કાયદાની જોગવાઈઓ અને પીડિત પર થતી અસરને ધ્યાનમાં રાખવી જોઈએ. અલ્હાબાદ હાઇકોર્ટે ભવિષ્યમાં આવા સંવેદનશીલ કેસોમાં આ પ્રકારની ‘વાહિયાત અને અતાર્કિક’ ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, આવી ભાષા માત્ર પીડિતો માટે જ નહીં, પણ ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતા માટે પણ જોખમી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી છે અને વિગતવાર સુનાવણી હાથ ધરવાની વાત કરી છે.












