ટ્રેન્ડિંગનેશનલ

સુપૌલમાં શરમજનક ઘટના: પ્રેમી યુગલને ઝાડે બાંધી ટોળાએ માર્યો, પંચાયતે 2 લાખનો દંડ ઠોકી કેસ દબાવવાનો પ્રયાસ કર્યો

બિહારના સુપૌલમાં, એક પ્રેમી યુગલને છોડાવવા માટે પંચાયતમાં બોલી લગાવવામાં આવી અને રકમ નક્કી કરવામાં આવી 2 લાખ રૂપિયા. નક્કી થયેલી રકમ મળે તે પહેલાં, પ્રેમીને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યો. પ્રેમિકાને પણ બાંધી દેવામાં આવી હતી. આ શરમજનક ઘટના સુપૌલના બાલુઆ બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુલસીપટ્ટી ગામમાં બની હતી.

શું બન્યું હતું ગામમાં?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે ગામના લોકોએ એક મૌલવી અને એક પરિણીત મહિલાને શંકાસ્પદ સ્થિતિમાં જોયા. મૌલવી ગામમાં બાળકોને ભણાવતા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં, ગ્રામજનો ગુસ્સે ભરાયા અને બંનેને પકડીને ઝાડ સાથે બાંધી દીધા. ત્યારબાદ ટોળાએ મૌલવીને નિર્દયતાથી માર માર્યો, જ્યારે મહિલાને નજીકમાં બાંધી દેવામાં આવી હતી. તે ખુબ ડરી ગઈ હતી.

મારપીટનો વીડિયો વાયરલ

ઘટના પછી, ગામમાં તાત્કાલિક પંચાયત યોજાઈ. સ્થાનિક સૂત્રોનો દાવો છે કે મામલો દબાવવા માટે, પંચાયતે લગભગ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને સમાધાન કરાવ્યું. જોકે, કોઈએ સોશિયલ મીડિયા પર મારપીટનો વીડિયો અપલોડ કરી દીધો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ. વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી દીધી.

બાલુઆ બજાર પોલીસ સ્ટેશનના અધિકારી સુમિત કુમારે જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર પંચાયતી ન્યાય પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ પંચાયતમાં, ભીડ ન્યાયતંત્રની જેમ ચુકાદો આપતી જોવા મળી અને કાયદાની સંપૂર્ણ અવગણના કરી.

આ પણ વાંચો: PM મોદી દિલને હેક કરે છે… કંગના રણૌતના ભાષણ પર સંસદમાં વાગી તાળીઓ, સાંભળતો રહ્યો વિપક્ષ

Back to top button