સુરતના પાંડેસરા વિસ્તારની ચકચારી ઘટના: ચાર સગીરોનો ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો

સુરત, 16 માર્ચ 2026: સુરતમાં ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે ફરી એક વાર શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
સામાન્ય બોલાચાલીની અદાવતમાં વિદ્યાર્થીને ચપ્પુના 3 ઘા માર્યા
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક વિદ્યાર્થીને આંતરીને માર માર્યો હતો અને ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: IPL 2026ની ટિકિટ કઈ રીતે બુક કરશો? અહીં મળશે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટની સંપૂર્ણ માહિતી












