ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 409 પોઈન્ટ ઘટ્યો

નવી દિલ્હી, 9 એપ્રિલ, 2025; ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ ૪૦૯ પોઈન્ટ ઘટીને ૭૩,૮૧૭.૩૦ પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે 22,460.30 પર ખુલ્યો.. આજે બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 9 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં, જ્યારે બાકીની બધી 21 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરીફ પોલિસી લાગુ કરતા વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેને કારણે દુનિયાભરના શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે (Indian Stock Market) ખુલ્યું. આજે બુધવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 338.42 પોઈન્ટ ઉપર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

બજાર ખુલતાની સાથે જ, HUL, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, HCL ટેક, ટેક મહિન્દ્રા, સિપ્લા, ONGCના શેર નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા હતા. અમેરિકાના ટેરિફ વધારા બાદ વૈશ્વિક વેપાર તણાવમાં વધારો થવા વચ્ચે, ભારતીય રિઝર્વ બેંક (RBI) 9 એપ્રિલ, બુધવારના રોજ નાણાકીય વર્ષ 26 માટે તેનો પ્રથમ નાણાકીય નીતિ નિર્ણય જાહેર કરશે.

આ પણ વાંચો….શું ચીન બરબાદ થશે કે અમેરિકી અર્થવ્યવસ્થા પડી ભાંગશે? ટેરિફથી કોને કેટલુ નુકસાન

Back to top button