ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરને વૈભવ સૂર્યવંશી પર સવાલ પૂછાયા, સોશિયલ મીડિયામાં બબાલ

Sports News: મનુ ભાકર અને વૈભવ સૂર્યવંશી… બે અલગ અલગ રમતોના બાદશાહ, પરંતુ એક પ્રશ્નના કારણે તેઓ એક સાથે આવ્યા. આ કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ છે. મુદ્દો ફક્ત એક જ પ્રશ્નનો નહોતો, પરંતુ એ માનસિકતાનો હતો, જે ભારતમાં રમતગમતની પ્રાથમિકતા નક્કી કરે છે.

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર દિલ્હીમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના 75મા વર્ષગાંઠ સમારોહમાં હાજર રહી હતી. 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર મનુ પાસેથી તેની રમત, તેની તૈયારીઓ અને આગામી ટુર્નામેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી….પણ ઇન્ટરવ્યુ દરમિયાન એક પ્રશ્ન આવ્યો કે 15 વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશી વિશે તમારો શું અભિપ્રાય છે?

મનુનો જવાબઃ પરિપક્વ, સંતુલિત

પ્રશ્ન ટાળવાને બદલે મનુએ ખૂબ જ સંતુલિત જવાબ આપ્યો. તેણે કહ્યું કે પ્રતિભાને કોઈ ઉંમર હોતી નથી અને યોગ્ય માર્ગદર્શન સાથે કોઈપણ ખેલાડી મહાન બની શકે છે. તેનો જવાબ ખેલદિલી અને પરિપક્વતાનું ઉદાહરણ હતું… પરંતુ વાત ત્યાં જ સમાપ્ત થઈ ન હતી.

સોશિયલ મીડિયા પર કેમ થઈ બબાલ?

ચાહકોનો ગુસ્સો પ્રશ્ન પર હતો, જવાબ પર નહીં. લોકોએ તેને એક મોટા મુદ્દા સાથે જોડ્યો. કેટલાક યુઝર્સે કહ્યું ભારતમાં ક્રિકેટ અને અન્ય રમતો વચ્ચેનું અસંતુલન. એક યુઝરે કહ્યું ઓલિમ્પિક મેડલ વિજેતાને ક્રિકેટ વિશે પ્રશ્ન પૂછવો, તે રમતગમતનું અપમાન છે. અન્ય યુઝરે કહ્યું કે શું તમે ક્યારેય કોઈ ક્રિકેટરને બીજી રમતના ખેલાડી વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો છે?

એક યુઝરે તો એમ પણ કહ્યું કે હું દિલથી ઈચ્છું છું કે ભારતમાં ક્રિકેટનું વર્ચસ્વ સમાપ્ત થાય, કારણ કે ત્યારે જ અન્ય રમતોને ખરા અર્થમાં માન અને માન્યતા મળશે.

આ વિવાદ ફક્ત એક અજીબ પ્રશ્ન નથી. તે એવી માનસિકતાનો પર્દાફાશ કરે છે જ્યાં ક્રિકેટ દરેક વાતચીતનું કેન્દ્ર બને છે, અને અન્ય રમતોના ચેમ્પિયનોને પણ ક્રિકેટના ચશ્માથી જોવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મનુ ભાકર હવે લોસ એન્જલસ 2028 માટે તૈયારી કરી રહી છે. એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ તેના આગામી મોટા લક્ષ્યો છે. તેનું ધ્યાન સ્પષ્ટ છે અને કદાચ આ સમગ્ર ચર્ચાનો સૌથી મોટો જવાબ છે.

આ પણ વાંચોઃ ટેકનોલોજી અને સ્પોર્ટ્સનું ફ્યુઝન: પીવી સિંધુના કપાળ પરના ઉપકરણ વિશે જાણો

Back to top button