IPL 2026ની વચ્ચે BCCIએ કરી નવી સીરીઝની જાહેરાત, આ દેશ સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા

Sports News: ભારતમાં હાલમાં IPLની ધૂમ જોવા મળી રહી છે. આ દરમિયાન BCCI એ ટીમ ઈન્ડિયા માટે નવી T20 શ્રેણીની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રમશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની શ્રેણી 23 જુલાઈથી શરૂ થવાની છે. બધી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ત્યારબાદ ઝિમ્બાબ્વેની ટીમ જાન્યુઆરી 2027 માં વન-ડે શ્રેણી રમવા માટે ભારતની મુલાકાત લેશે.
ટીમ સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ રમશે!
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ આ પ્રવાસમાં પણ ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાના પ્રવાસની પહેલી મેચ 23 જુલાઈએ, બીજી 25 જુલાઈએ અને ત્રીજી 26 જુલાઈએ રમાશે. આ પ્રવાસમાં એક યુવા ભારતીય ટીમ રમવા માટે ઉતરી શકે છે અને મેનેજમેન્ટ નવા ખેલાડીઓને તક આપી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
વર્ષ 2024માં ઝિમ્બાબ્વેની મુલાકાત લીધી
ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરી રહી છે. ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર નજર કરીએ તો છેલ્લા ચાર વર્ષમાં આ ટીમનો ઝિમ્બાબ્વેનો ત્રીજો પ્રવાસ હશે. 2024 માં ટીમ ઈન્ડિયા શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી હતી અને શ્રેણી 4-1 થી જીતી હતી. આ શ્રેણી પછી ઝિમ્બાબ્વે આવતા વર્ષે ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે.
આ પણ વાંચોઃ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર કાર્યવાહી, જીત છતાં લાખોનું નુકસાન












