T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

T20 World Cup 2026: સુપર-8ની પહેલી ટીમ ફાઈનલ, નેપાળ બહાર ફેંકાયુ

Cricket News: ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કરી રહ્યા છે, જેમાં અપસેટ પણ સર્જાઈ ચૂક્યો છે તો બીજી તરફ ટીમ વિજેતા બનીને પોઈન્ટ મેળવીને આગળ વધી રહી છે, ત્યારે હવે આજે સુપર-8માં પહેલી ટીમનો નિર્ણય થઈ ચૂક્યો છે.

સુપર-8ની પ્રથમ ટીમ ફાઈનલ

ફટાફટ ક્રિકેટના મહાકુંભમાં ટીમો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એક તરફ આજે સુપર સન્ડેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ રમાનાર છે, તે પહેલા જ સુપર-8માં પહોંચનારી પહેલી ટીમનું નામ પણ ફાઈનલ થઈ ચૂક્યું છે. આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ભારત અને પાકિસ્તાનની મેચ જોવાની ભારે ઉત્તેજના છે તે વચ્ચે જ એક ટીમે એવું કારનામો કર્યો કે ટીમે સુપર-8માં એન્ટ્રી મારી દીધી છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યો કમાલ

વેસ્ટ ઈન્ડિઝની ટીમે T20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક હાંસલ કરી છે. શાઈ હોપની કેપ્ટનશીપમાં ટીમે નેપાળને 9 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા નેપાળે 20 ઓવરમાં 133 રન બનાવ્યા હતા, જેના જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમે ફક્ત 15.2 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શાઈ હોપે 44 બોલમાં અણનમ 61 રન ફટાકાર્યા હતા. શિમરોન હેટમાયરે અણનમ 46 રન બનાવ્યા. બ્રાન્ડન કિંગે 22 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, વેસ્ટ ઈન્ડિઝની જીતનો હીરો જેસન હોલ્ડર હતો, જેણે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી.

જેસન હોલ્ડરનો કમાલ

6 ફૂટ 7 ઇંચ ઊંચા જેસન હોલ્ડરે નેપાળના બેટરો પર કહેર બનીને તૂટી પડ્યો હતો. તેણે આસિફ શેખ, દિપેન્દ્ર સિંહ આરી, આરિફ શેખ અને કરણ કેસીની વિકેટ ઝડપી હતી. તેના ઘાતક સ્પેલ સામે, નેપાળ ફક્ત 133 રન જ બનાવી શક્યું, જે કુલ સ્કોર વેસ્ટ ઈન્ડિઝ માટે ખૂબ ઓછો સાબિત થયો. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ સરળતાથી જીતી લીધી અને સુપર 8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝે સતત ત્રણ મેચ જીતીને ગ્રુપ સીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્રણમાંથી બે મેચ જીતીને ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે. બીજી તરફ, નેપાળ સતત ત્રણ મેચ હાર્યા બાદ T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયું છે.

વેસ્ટ ઈન્ડિઝે ઈરાદા સ્પષ્ટ કર્યા

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થયા પહેલા, કોઈએ વેસ્ટ ઈન્ડિઝને જીતનો દાવેદાર માન્યો ન હતો, પરંતુ હવે આ ટીમે સતત ત્રણ મેચ જીતીને વિશ્વ સમક્ષ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝે પહેલા સ્કોટલેન્ડને 35 રનથી હરાવ્યું. પછી તેઓએ ઇંગ્લેન્ડને 30 રનથી હરાવ્યું. હવે વેસ્ટ ઈન્ડિઝે નેપાળ સામે 9 વિકેટથી જીત મેળવી છે.

વેસ્ટ ઈન્ડિઝનું જોરદાર પ્રદર્શન

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અને બોલરોએ ટીમને સુપર 8 માં પહોંચવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હેટમાયરે ટીમ માટે સૌથી વધુ 133 રન બનાવ્યા. શેરફેન રૂધરફોર્ડે 102 રનની સરેરાશથી 102 રન બનાવ્યા છે. શાઈ હોપે ટીમમાં સારું યોગદાન આપ્યું છે, તેણે ફિફ્ટીની મદદથી 80 રન બનાવ્યા છે. બોલરોમાં જેસન હોલ્ડરે સૌથી વધુ 7 વિકેટ લીધી છે. રોમારિયો શેફર્ડે 6 વિકેટ લીધી છે. ગુડાકેશ મોતીએ 4 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ખાસ પૂજા

Back to top button