IPLટ્રેન્ડિંગ

MS Dhoni: ધોની ક્યારે IPLમાંથી નિવૃત્તિ લેશે? માહીએ તોડ્યું મૌન

MS Dhoni on his IPL Retirement: IPL 2026ની શરુઆતને હવે છ દિવસનો જ સમય બાકી છે. ક્રિકેટ પ્રેમીઓ આ ટુર્નામેન્ટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી એવી અટકળો ચાલી રહી છે કે આ સિઝન ધોનીની છેલ્લી સિઝન હશે, તેમજ ધોની આ સિઝનમાં કઈ ભુમિકામાં નજર આવશે તે અંગે પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે, જો કે હવે ધોનીએ જ નિવૃત્તિ પર મોટું નિવેદન આપી દીધું છે.

થોડા દિવસો પહેલા જ પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આગાહી કરી હતી કે 2026ની સિઝન ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન, ધોનીએ ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી હતી, જોકે તેમણે 2024ની સિઝન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી. IPL 2026 પહેલા યોજાયેલા એક કાર્યક્રમાં ચર્ચા દરમિયાન, ઉથપ્પાએ આગામી ધોનીની સંભવિત ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

પૂર્વ ભારતીય ક્રિકેટરે અનુમાન લગાવ્યું કે ધોનીની ભૂમિકા એક મેન્ટોરની હશે. તેમણે સૂચવ્યું કે ધોની બેટિંગ ક્રમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે નહીં, અને નંબર 7ને બદલે 8 નંબર પર બેટિંગ પર આવી શકે છે. ઉથપ્પા માનવું હતું કે, આ પગલાથી ધોની ધીમે ધીમે તેની મેદાન પરની જવાબદારીઓ ઘટાડશે અને નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડને તેની કેપ્ટનશીપ ભૂમિકામાં વધુ સારું પ્રદર્શન કરવાનો અવસર મળશે. ઉથપ્પાના આ નિવેદનથી CSK અને ધોનીના ફેન્સ નિરાશ થયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

જો કે આ તમામ ચર્ચા અને નિવૃત્તિની અટકળો વચ્ચે હવે ધોનીએ જ અંત લાવી દીધો છે. એક કાર્યક્રમ દરમિયાન, ધોનીએ સ્વીકાર્યું કે તે હાલમાં નિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી. CSKના એક કાર્યક્રમ દરમિયાન, અભિનેતા શિવકાર્તિકેયને ધોનીને હળવા અંદાજમાં કહ્યું કે, તમે નિવૃત્તિની વાતને અવગણીને 60 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખવાનું ચાલુ રાખો. આના પર ધોનીએ રિએક્ટ કરતા જવાબમાં કહ્યું હતું કે, ‘આ મુશ્કેલ હશે… પણ હું પ્રયત્ન કરી શકું છું’ ધોનીના જવાબે ચાહકોના દિલ જીતી લીધા, અને પછી ધોની, ધોનીના નારા લગાવવા લાગ્યા હતા.

Back to top button