ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

IND A vs BAN A: દીકરીઓએ જીત્યું દિલ, બાંગ્લાદેશને હરાવી ભારત બન્યું ચેમ્પિયન

Women Aisa Cup Rsising: ક્રિકેટના મેદાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારત બાંગ્લાદેશને હરાવી
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. દીકરીઓના પ્રદર્શને દિલ જીતી લીધુ છે.

મહિલા ટીમ ચેમ્પિયન બની

ભારતીય જુનિયર મહિલા ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે પહેલી બેટિંગ કરતા 7 વિકેટે માત્ર 134 રન બનાવી શકી હતી, જેના જવાબમાં, ફાઇનલ સુધી અજેય રહેલી બાંગ્લાદેશની ટીમ ફક્ત 88 રન બનાવી શકી હતી. આ સાથે જ ભારતે મેચ 46 રનથી જીતી લીધી, અને રાધા યાદવની કેપ્ટનશીપ હેઠળ, જુનિયર મહિલા ટીમ એશિયન ચેમ્પિયન બની છે.

બોલરોએ બાંગ્લાદેશને પસ્ત કર્યું

ભારત માટે પહેલી ઈનિંગમાં, તેજલ હસબનીસે 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. પ્રેમા રાવતનું બોલિંગ પ્રદર્શન પ્રભાવશાળી હતું, તેણે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત માટે તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન રાધા યાદવે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ ઝડપી તો તનુજા કંવર અને સોનિયા મેંધિયાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે મિન્નુ મણિ અને સાયમા ઠાકોરે 1-1 વિકેટ લીધી.

આ પરાજીત ટીમને હરાવી બની ચેમ્પિયન

આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો, ગ્રુપ સ્ટેજમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ પહેલી મેચમાં યુએઈ સામે હારી ગઈ હતી. ત્યારબાદ, રાધા યાદવની ટીમે પાકિસ્તાનને હરાવીને પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. ત્યારબાદ, નેપાળને 7 વિકેટથી હરાવીને, ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ, સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને અને હવે ફાઈનલમાં અપરાજિત બાંગ્લાદેશને હરાવીને, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

આ પણ વાંચો : T20 World Cup 2026: ICCનો વિચિત્ર નિર્ણય, તમામ ટીમનું વધ્યું ટેન્શન

Back to top button