Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારતને ફરી એક વાર ચાંદી, શૂટિંગમાં 3 સિલ્વર મેડલ
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય નિશાનેબાજોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. સ્પર્ધાના બીજા દિવસે ભારતે પોતાનું પહેલું અને ઓવરઓલ ત્રીજું મેડલ જીતી લીધું છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રુદ્રાંક્ષ પાટીલ, હિમાંશુ ઢિલ્લન અને પાર્થ માનેની ત્રિપુટીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ખાસ વાત એ છે કે ભારતે અત્યાર સુધી જીતેલા ત્રણેય મેડલ શૂટિંગમાં જ આવ્યા છે.
1890.1 પોઇન્ટ સાથે ભારત બીજા સ્થાને
પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતીય ત્રિપુટીએ કુલ 1890.1 પોઇન્ટ મેળવી બીજું સ્થાન મેળવ્યું હતું. રુદ્રાંક્ષ પાટીલે 631.8, હિમાંશુ ઢિલ્લને 630.0 અને પાર્થ માનેએ 628.3 પોઇન્ટ નોંધાવ્યા હતા.
ચીનની ટીમે કુલ 1899.0 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીને આ દરમિયાન નવો ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. દક્ષિણ કોરિયાએ 1884.2 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
પહેલા દિવસે પણ ભારતને મળ્યા હતા બે સિલ્વર
એશિયન ગેમ્સમાં ભારતના મેડલ અભિયાનની શરૂઆત પણ શૂટિંગથી જ થઈ હતી. મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં એલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્સા વિનોદની ત્રિપુટીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ત્યારબાદ એલાવેનિલ વાલારિવને મહિલા 10 મીટર એર રાઇફલના વ્યક્તિગત ફાઇનલમાં 252.4 પોઇન્ટ સાથે વધુ એક સિલ્વર જીત્યો હતો. આમ પહેલા દિવસે ભારતને બે સિલ્વર મળ્યા હતા અને હવે પુરુષ ટીમના સિલ્વર સાથે ભારતના કુલ મેડલની સંખ્યા ત્રણ થઈ છે.
🥈 3RD MEDAL FOR INDIA IN SHOOTING! 🇮🇳🔥
The trio of Rudrankksh Patil, Himanshu Dhillon & Parth Mane wins🥈in the Men’s 10m Air Rifle Team Event! 🎯
🇮🇳 Team Score: 1890.1
Rudrankksh 631.8
Himanshu 630.0
Parth 628.3Rudrankksh & Himanshu also qualify for the Individual Final pic.twitter.com/tbIkYbVkH5
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 21, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વ્યક્તિગત ફાઇનલમાં પણ મેડલની આશા
ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યા બાદ ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રુદ્રાંક્ષ પાટીલ અને હિમાંશુ ઢિલ્લન પુરુષોની 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ફાઇનલ માટે પણ ક્વોલિફાય થયા છે.
ક્વોલિફિકેશનમાં રુદ્રાંક્ષ 631.8 પોઇન્ટ સાથે ત્રીજા અને હિમાંશુ 630.0 પોઇન્ટ સાથે સાતમા સ્થાને રહ્યા હતા. પાર્થ માને 628.3 પોઇન્ટ સાથે 10મા સ્થાને રહેતા ફાઇનલમાં પ્રવેશ મેળવી શક્યા નહોતા. વ્યક્તિગત ફાઇનલ ભારતીય સમય અનુસાર 21 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે નિર્ધારિત છે.
ભારતીય શૂટર્સના સતત શાનદાર પ્રદર્શનને કારણે હવે વ્યક્તિગત ઇવેન્ટમાં પણ દેશની મેડલ સંખ્યા વધવાની આશા છે.
આ પણ વાંચો: રાજકોટમાં ત્રણ અલગ-અલગ કરુણ ઘટનાઓથી અરેરાટી: આર્થિક ભીંસમાં બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન












