ટ્રેન્ડિંગમનોરંજન

સોનુ નિગમે કર્ણાટકના લોકોની માફી માંગી, કહ્યુંઃ મારો પ્રેમ મારા અહંકાર કરતા મોટો છે

  • ફેમસ સિંગર સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે કર્ણાટક રાજ્ય પ્રત્યેનો તેમનો પ્રેમ તેમના આત્મસન્માન કરતાં પણ મોટો છે

6 મે, 2025, મુંબઈઃ પ્રખ્યાત ગાયક સોનુ નિગમ Sonu Nigam apologizes તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત એક સંગીત કાર્યક્રમ દરમિયાન કન્નડ સમુદાય વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. હવે તેમણે કર્ણાટકની જનતાની માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે રાજ્ય પ્રત્યેનો તેમનો પ્રેમ તેમના આત્મસન્માન કરતાં પણ મોટો છે. સોનુ નિગમે સોમવાર, 5 મેના રોજ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું છે કે સોરી કર્ણાટક. તમારા માટે મારો પ્રેમ મારા અહંકાર કરતાં મોટો છે. હું હંમેશા તમને પ્રેમ કરતો રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

શું છે આખો મામલો?

તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન, સોનુ નિગમે કથિત રીતે સ્ટેજ પરથી કેટલાક નિવેદનો આપ્યા હતા જેને કન્નડ સમુદાયના કેટલાક લોકોએ વાંધાજનક ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ તેમને કન્નડમાં ગાવાનું કહ્યું હતું, પરંતુ સોનુ નિગમ કહે છે કે તેમને ત્યાં ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે આ પરિસ્થિતિને પહેલગામમાં થયેલા હુમલા સાથે જોડી અને કહ્યું કે પહેલગામમાં જે કંઈ થયું, એ જ કારણ છે જે તમે અહીં કરી રહ્યા છો.

આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ પછી બેંગલુરુ પોલીસે તેમને એક અઠવાડિયાની અંદર તપાસમાં સહયોગ કરવા માટે નોટિસ પણ મોકલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

માફી પહેલા આપી ચૂક્યા છે સ્પષ્ટતા

સોમવારે સોનુ નિગમે પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા પોતાના પ્રશંસકો માટે એક લાંબી પોસ્ટ શેર કરી છે, હું કોઈ યુવા છોકરો નથી, જે કોઈનું પણ અપમાન સહન કરૂં. હું 51 વર્ષનો છું, હું મારા જીવનના બીજા તબક્કામાં છું અને મને એ વાત પર ખરાબ લાગવાનો અધિકાર છે કે મારા દીકરા જેવો નાનો છોકરો મને ભાષાના નામે હજારો લોકોની સામે ધમકી આપી રહ્યો છે, તે પણ કન્નડમાં, જે મારી બીજી ભાષા છે. તે કેટલાક અન્ય લોકોને પણ ઉશ્કેરી રહ્યો હતો. તેના પોતાના લોકો શરમ અનુભવતા હતા અને તેને ચૂપ રહેવા માટે કહી રહ્યા હતા.

આ પણ વાંચોઃ પ્રેગનન્ટ કિયારા અડવાણીએ મેટ ગાલામાં કર્યૂ ડેબ્યૂ, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, લોકોનું ખેંચ્યું ધ્યાન

Back to top button