ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી, પાંચના મોત બાદ તપાસ માટે SITની રચના

Ware house collapse: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના તારાતાલા વિસ્તારમાં બુધવારે એક નિર્માણાધીન ત્રણ માળનું ગોડાઉન અચાનક ધરાશાયી થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ મજૂરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના બાદ સેના, NDRF, SDRF, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

હજુ પણ અનેક લોકો મલબાની નીચે દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવદળો સતત ઝડપથી કામગીરી કરી રહ્યા છે. ઘટનાસ્થળે સ્ટીલના વાંકા થયેલા ઢાંચા અને તૂટેલા કોંક્રીટ વચ્ચે મદદ માટેની ચીસો સંભળાતા બચાવકર્મીઓને કેટલાક લોકો જીવિત હોવાની આશા મળી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કલમ 105, 110 અને 3(5) હેઠળ કેસ નોંધાયો

આ ગંભીર ઘટનાની તપાસ માટે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. કોલકાતા પોલીસના એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઇમ)ના આદેશ બાદ કેસ ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે. તારાતાલા પોલીસ સ્ટેશનમાં 24 જૂન 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110 અને 3(5) હેઠળ કેસ નોંધાયો હતો.

નવા તપાસ અધિકારીની નિમણૂક

SITનું નેતૃત્વ કોલકાતાના ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ કરશે. ટીમમાં ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટ અને તારાતાલા પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્સ્પેક્ટર હીરાક દલાપતિને આ કેસના નવા તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તપાસ ટીમને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ નિયમિત રીતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તપાસની પ્રગતિ અંગે રિપોર્ટ આપશે.

20થી વધુ મજૂરો સારવાર હેઠળ

અત્યાર સુધીમાં 20થી વધુ મજૂરોને મલબામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે. બચાવદળો હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.

ઘટનાના બાદ રાજ્યના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ એજન્સીઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી પાંચ લોકોના મોત થયા છે અને 20 લોકો સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ 18 લોકો હાલ ખતરા બહાર છે, જ્યારે બેની સ્થિતિ ગંભીર છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલી માહિતી મુજબ બિલ્ડિંગ ધરાશાયી કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં બિલ્ડિંગ સુપરવાઇઝર સૈયદ મહંમદ ગુલઝાર તેમજ મજૂર સપ્લાયર મહંમદ અતાઉલ અને સુભાષ ચૌધરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વેનેઝુએલા બાદ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતા નોંધાઈ

Back to top button