Sidharth-Kiara Wedding : લવસ્ટોરીની ડિટેલ્સ છુપાયેલી છે કિયારાની જ્વેલરીમાં, તમે પણ જોઇ લો

બોલીવુડના સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના (Sidharth-Kiara Wedding) લગ્નની તસવીરો મોડી રાત્રે સામે આવી છે. ત્યાર બાદ નવા કપલના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેમાં કિયારાના કપડાંની સાથે સાથે તેની જ્વેલરી પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેમજ ખાસ વાત જ્વેલરીમાં તેમની લવસ્ટોરીની ડિટેલ્સ એડ કરવામાં આવી હતી.

લગ્નના દિવસે કિયારાના લહેંગાની ડિઝાઇન સાથે જોડાયેલી ડિટેલ્સને તેના બ્રાઇડલ ડિઝાઇન કરનાર ફેમસ ઇન્ડિયન ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ વીડિયોમાં શૅર કરી હતી. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની ડિટેલ અનુસાર, લહેંગા માટે કસ્ટમ એમ્પ્રેસ રોઝ કલર ક્રિએટ કરવામાં આવ્યો છે. બ્રાઇડલ લહેંગામાં કિમતી સ્વરોસ્કી લગાવીને મનિષ મલ્હોત્રાએ સિગ્નેચર સ્પાર્ક એડ કર્યો છે.

લગ્નના કપડાની સાથે કિયારા અડવાણીના કલીરેને મૃણાલિની ચંદ્રાએ કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન કર્યા છે. મૃણાલિનીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, કિયારાના કલીરેમાં જે એલિમેન્ટ્સ એડ કરવામાં આવ્યા છે તેમાં તેની અને સિદ્ધાર્થની લવસ્ટોરી ડિઝાઇન કરવામાં આવી છે. આ ડિઝાઇનમાં બંનેના નામના પ્રથમ અક્ષરો, સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેવરિટ ડોગ ઓસ્કારની તસવીર તેમનું ફેવરિટ શહેર રોમ, વગેરે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
View this post on Instagram
વાત જો જ્વેલરીની કરવામાં આવે તો સૌથી કિમતી સ્વરોસ્કી ક્રિસ્ટલ્સમાં કિયારાની જ્વેલરી બનાવવામાં આવી હતી. જેને સ્વરોસ્કી, ઓસ્ટ્રિયા બેઝ્ડ કંપની છે જે ખૂબ જ ચીવટપૂર્વક અને સટીકતાથી કાપેલા ક્રિસ્ટલ ગ્લાસ પ્રોડ્યૂસ કરે છે, જેને જ્વેલરીથી લઇને ડેકોરેટિવ પીસ અને એક્સેસરીઝ અને ક્લોથ્સ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે.

કિયારાના લહેંગા જ નહીં પણ ગળાનો હાર પણ કસ્ટમ મેડ હતો. મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા આ યૂનિક નેકપીસને અલ્ટ્રા ફાઇન હેન્ડકટ ડાયમંડથી સજાવવામાં આવ્યો છે. તેને વધારે રોયલ અને સ્ટનિંગ બનાવવા માટે તેમાં જામ્બિયન એમારલ્ડ્સ લગાવવામાં આવ્યા છે. કિયારાના ઇયરિંગ્સ પણ આ સેટને મેચિંગ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કિયરાના જે અન્ય ઘરેણાં હતાં તે પણ ખૂબ જ દુર્લભ અને કિંમતી પન્નામાંથી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાત જન્મના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે












