પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદની શપથ! સંભવિત મંત્રીઓની યાદી

List of possible ministers: પશ્ચિમ બંગાળ ની રાજનીતિમાં આજે મોટો દિવસ માનવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર શુભેન્દુ અધિકારી આજે મુખ્યમંત્રી પદની શપથ લઈ શકે છે. તેમની સાથે મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થશે તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
સામે આવેલી સંભવિત યાદી મુજબ ભાજપના અનેક જાણીતા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેમાં અગ્નિમિત્રા પૉલ, રૂપા ગાંગુલી, દિલીપ ઘોષ તેમજ સ્વપન દાસગુપ્તા ના નામો મુખ્યત્વે ચર્ચામાં છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. હવે શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણની ચર્ચાએ રાજકીય ગરમાવો વધુ વધારી દીધો છે.
જોકે, અત્યાર સુધી સત્તાવાર રીતે મંત્રીમંડળની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. પરંતુ રાજકીય સૂત્રો અનુસાર નવા મંત્રીમંડળમાં સંગઠન અને ચૂંટણીમાં સક્રિય રહેલા નેતાઓને મહત્વની જવાબદારીઓ મળી શકે છે.
આ શપથવિધિ કાર્યક્રમ પર સમગ્ર દેશની નજર છે, કારણ કે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : મોંઘવારીનો ઝટકો: આ તારીખથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકારી સૂત્રોનો મોટો દાવો












