ટ્રેન્ડિંગમનોરંજન

Tanvi The Great ફિલ્મના ટ્રેલરને શાહરૂખ અને અનિલે વખાણ્યું, અનુપમ ખેરને આપી દિલથી શુભેચ્છાઓ

  • 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી Tanvi The Great ફિલ્મ ઓટીઝમ સામે લડતી એક છોકરીના દૃઢ નિશ્ચય, હિંમત અને સપનાઓને દર્શાવે છે

HD ન્યુઝ ડેસ્કઃ વરિષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક અનુપમ ખેરની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેની શાહરૂખ ખાન અને અનિલ કપૂર જેવા દિગ્ગજ કલાકારોએ પ્રશંસા કરી છે. 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ ઓટીઝમ સામે લડતી એક છોકરીના દૃઢ નિશ્ચય, હિંમત અને સપનાઓને દર્શાવે છે.

શાહરુખે અનુપમના વખાણ કર્યા

શાહરૂખ ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર Tanvi The Great નું ટ્રેલર શેર કર્યું અને લખ્યું કે મારા મિત્ર અનુપમ ખેર માટે, જેમણે હંમેશા જોખમ લીધું છે, પછી ભલે તે અભિનય હોય, ફિલ્મ નિર્માણ હોય કે જીવન! ટ્રેલર ખૂબ જ શાનદાર લાગે છે. આ નવી સફર માટે શુભકામનાઓ!

આના પર પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે શાહરુખનો આભાર માન્યો અને પોતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર રી-શેર કરી છે.

અનિલ કપૂરની ભાવનાત્મક પ્રતિક્રિયા

અનિલ કપૂરે ટ્રેલરને શક્તિશાળી, હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કહાણી ગણાવી છે. તેમણે લખ્યું કે કેટલીક વાર્તાઓ સ્ક્રીન બ્લેક પડી ગયા પછી પણ લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. Tanvi The Great તેમાંથી એક છે. અનુપમને મારી બહુ બધી શુભકામનાઓ.

અનુપમ ખેરે આ પોસ્ટ હાર્ટ ઇમોજી અને આભાર સંદેશ સાથે શેર કરી છે.

Tanvi The Great તન્વી ધ ગ્રેટ ની વાર્તા શું છે?

આ ફિલ્મ 21 વર્ષની ઓટિસ્ટિક છોકરી તન્વી રૈનાની વાર્તા છે, જે તેના સ્વર્ગસ્થ ભારતીય સૈન્ય અધિકારી પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માંગે છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર, સિયાચીન ગ્લેશિયર પર ઊભા રહીને ત્રિરંગાને સલામી આપવાનું સપનું.

સંઘર્ષો, સામાજિક પૂર્વગ્રહો અને માનસિક અવરોધો છતાં, તન્વી પોતાના ધ્યેય પ્રત્યે દૃઢ રહે છે. ફિલ્મમાં શુભાંગી દત્ત મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે જેકી શ્રોફ, બોમન ઈરાની, પલ્લવી જોશી, કરણ ટૈકર અને ઈયાન ગ્લેન જેવા કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. દિગ્દર્શન અને વાર્તા અનુપમ ખેરની છે.

અનુપમ ખેરે શું કહ્યું?

અનુપમ ખેરે ફિલ્મ વિશે કહ્યું કે આ ફિલ્મ ફક્ત એક છોકરીની વાર્તા નથી, પરંતુ આ ઝડપી ગતિશીલ દુનિયામાં આપણે જે ભલાઈ ગુમાવી દીધી છે તેની વાર્તા છે. આપણે બધા ભલાઈમાં માનીએ છીએ પણ તેને ભૂલી ગયા છીએ. આ ફિલ્મ તે લાગણીને પુનર્જીવિત કરે છે.

આ પણ વાંચોઃ શેફાલી જરીવાલા સાથે અંતિમ ક્ષણોમાં શું થયું? નજીકની મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Back to top button