આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

સાઉદી સાથે ભારતે કર્યો આ સોદો, પાકિસ્તાનને પડશે ભારે

નવી દિલ્હી, 26 એપ્રિલ, 2025: સાઉદી અરેબિયા ભારતમાં બે રિફાઇનરી બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરશે. આ પગલું ભારતના રિફાઇનીંગ ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવવા માટે સાઉદી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યુ છે. પહેલા સાઉદીને આ ક્ષેત્રે અસફળતા મળી હતી. પરંતુ હવે સાઉદી પોતાના ઓઇલના ભવિષ્યને સુરક્ષિત કરવા માગે છે.

સૂત્રોના અનુસાર પ્રત્યેક રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા આશરે 90 લાખ ટનની હશે. તેમાં 26 ટકા ઇક્વિટી હિસ્સા માટે એરામ્કોને લગભગ રૂ. 18,000 કરોડ ખર્ચવા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની જિદ્દાહમાં થયેલી મુલાકાત બાદ બન્ને દેશોએ ભારતમાં બે રિફાઇનરી સ્થાપિત કરવાની સંમતિ દર્શાવી છે.

ખાસ કરીને પાકિસ્તાનના સંદર્ભમાં ભારતમાં બે રિફાઈનરીઓ બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે કામ કરવાનો સાઉદી અરેબિયાનો નિર્ણય નોંધપાત્ર છે અને તેની ઘણી અસરો છે. આ સોદો માત્ર ભારતની ઉર્જા સુરક્ષાને જ મજબૂત બનાવશે નહીં પરંતુ તેની ભૌગોલિક રાજકીય તાકાતમાં પણ વધારો કરશે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ખાસ વાત એ છે કે અન્ય ઘણા દેશોની સાથે સાઉદી અરેબિયાએ પણ આ આતંકી હુમલાની સખત નિંદા કરી છે.

રિફાઇનરી પ્રોજેક્ટ્સમાં 26% સુધીનો હિસ્સો ખરીદવાની વાત

નોંધનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પોતપોતાના રિફાઈનરી પ્રોજેક્ટ્સમાં ભાગીદાર સાઉદી એરામ્કો સાથે વાતચીત કરી રહ્યાં છે.

એરામ્કો બંને રિફાઈનરી પ્રોજેક્ટમાં 26% સુધીનો હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો કરી રહી છે. BPCL આંધ્ર પ્રદેશમાં તેની રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ ફેક્ટરી માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ ફેક્ટરીની ક્ષમતા વાર્ષિક 9-12 મિલિયન ટન હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 એમટીપીએ ક્ષમતાની સુવિધા માટે આશરે રૂ. 95,000 કરોડનો ખર્ચ થઈ શકે છે. ડેટ અને ઇક્વિટી રેશિયો 65:35 રહેવાની શક્યતા છે. BPCL અને તેના સહયોગીઓએ ઈક્વિટીમાં રૂ. 33,000 કરોડનું રોકાણ કરવું પડશે. એરામ્કોએ પ્રોજેક્ટમાં 26% ઇક્વિટી હિસ્સા માટે આશરે રૂ. 9,000 કરોડનો ખર્ચ કરવો પડી શકે છે. ONGC સાથેના સમાન સોદા માટે એરામ્કોને આશરે રૂ. 18,000 કરોડનું રોકાણ કરવાની જરૂર પડી શકે છે.

એરામ્કોએ મુકી આ શરત

ઇક્વિટી હિસ્સાના બદલામાં, એરામ્કોએ એવી શરત મૂકી છે કે સૂચિત રિફાઇનરી તેના જીવનકાળ દરમિયાન એરામ્કો પાસેથી ક્રૂડ ઓઇલનો મોટાભાગનો પુરવઠો મેળવશે. જો કે ભારતીય રિફાઇનરીઓએ આ શરતને એમ કહીને ફગાવી દીધી છે કે જો એરામ્કો કિંમતમાં છૂટ, નૂર ડિસ્કાઉન્ટ અથવા 90 દિવસની ક્રેડિટ અવધિ જેવી છૂટ આપે તો જ ભારતીય કંપનીઓ સાઉદી ક્રૂડ તેલનો નોંધપાત્ર હિસ્સો લેવા માટે સંમત થઈ શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં આ ભારતીય ચીજોની ભારે માંગ, વેપાર પરની બ્રેક લાગશે તો……..

Back to top button