યુક્રેને પુતિનના હેલિકોપ્ટર પર કર્યો ડ્રોન હુમલો, થયો આબાદ બચાવ

મોસ્કો, તા. 25 મે, 2025: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે ખતમ થશે તેની ખબર નથી. આ દરમિયાન યુક્રેને પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. પુતિન કુર્સ્ક વિસ્તારમાં મધરાત્રે હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન સેનાએ હાઈ એલર્ટ રહીને યુક્રેનના ડ્રોનને તોડી પાડ્યું હતું.
રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે કુર્સ્ક ક્ષેત્ર ઉપરથી ઉડાન ભરી રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટર પર યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કથિત હુમલાને રશિયન સેનાએસમયસર નિષ્ફળ બનાવ્યો હતો. રશિયન સેનાના અધિકારીએ જણાવ્યું, આ એક સુનિયોજિત હુમલાનો પ્રયાસ હતો, જેને અમે નિષ્ફળ બનાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ડ્રોનને પુતિનના હેલિકોપ્ટર સુધી પહોંચતા પહેલાં જ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં ન તો કોઈને ઈજા થઈ અને ન તો રાષ્ટ્રપતિના કાફલાને કોઈ નુકસાન થયું હતું.
રશિયન સુરક્ષા એજન્સીઓ યુક્રેનિયન ડ્રોન કુર્સ્ક જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશી શક્યું અને આ હુમલો શું પુતિનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો કે માત્ર એક માનસિક યુક્તિ હતી તેની તપાસ કરી રહ્યું છે. જોકે, આ દાવા પર અત્યાર સુધી યુક્રેનની સરકાર કે સેના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તેમ છતાં, યુક્રેને પહેલા પણ રશિયન ઠેકાણાં અને વ્યૂહાત્મક સંકુલોને નિશાન બનાવ્યા છે.
Ukraine tried to ATTACK Putin’s helicopter mid-flight over Kursk
Russian Air Defense Division officer says Ukrainian drones attempted to swarm chopper flight path
Russian air defenses scrambled — worked perfectly and repelled the strike pic.twitter.com/BDmmrLMyvU
— RT (@RT_com) May 25, 2025
ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ થયું હતું, રશિયાએ યુક્રેન પર મોટા પાયે આક્રમણ કર્યું. જોકે, આ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ફેબ્રુઆરી 2014 માં જ શરૂ થઈ ગયો હતો, રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યો અને પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રશિયા-સમર્થિત અલગતાવાદીઓ સાથે લડાઈ શરૂ થઈ. પરંતુ 2022નું આક્રમણ એ આ સંઘર્ષનું એક મોટું અને વ્યાપક સ્વરૂપ હતું. તે સમયે ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સ્પેશિયલ ઓપરેશન દ્વારા ઘરવાપસી કરાવી હતી.
આ પણ વાંચોઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં કરી મુસાફરી, તસવીરો઼












