આવતીકાલથી બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2025: આવતીકાલથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે. દર મહિનાની પ્રથમ તારીખે કેટલાક ફેરફાર થાય છે. જેની સીધી અસર આમ આદમીના ખિસ્સા પર પડે છે. આવતીકાલથી પણ કેટલાક ફેરફાર થશે. સપટેમ્બરમાં આધાર કાર્ડ અપડેટ, આઈટીઆર, યુપીઆઈ સહિત અનેક નિયમો બદલાશે.
પ્રથમ ફેરફાર – ITR ફાઇલિંગ
આવકવેરા વિભાગે આ વખતે ITR ભરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી હતી, જેનાથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળ્યો હતો, પરંતુ હવે આ સમય આ મહિને પૂરો થઈ જશે. તેથી, તમારે 15 સપ્ટેમ્બર પહેલાં ITR ફાઇલ કરવું પડશે. નહીંતર નોટિસ આવી શકે છે.
બીજો ફેરફાર – UPS ડેડલાઇન
રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. અગાઉ આ તારીખ 30 જૂન હતી, પરંતુ બાદમાં તેને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આ સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાયેલી એક પેન્શન યોજના છે.
ત્રીજો ફેરફાર – ભારતીય પોસ્ટના નિયમો
ડાક વિભાગ (DOP) એ 1 સપ્ટેમ્બર, 2025 થી ઘરેલું સ્તરે ડાક સેવાને સ્પીડ પોસ્ટ સેવામાં વિલિન કરી રહ્યું છે, જેનો અર્થ છે કે હવે માત્ર સ્પીડ પોસ્ટ દ્વારા જ કંઈપણ મોકલી શકાય છે, સામાન્ય ડાક દ્વારા નહીં. તેથી, જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ રજિસ્ટર્ડ ડાક મોકલો છો, તો તે સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે.
ચોથો ફેરફાર – ક્રેડિટ કાર્ડ નિયમો
SBI કાર્ડ એ 1 સપ્ટેમ્બર, 2025થી તેના પસંદગીના કાર્ડ્સ માટે નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. કંપનીએ તેના કેટલાક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. આ સુધારા સાથે, આવા કાર્ડ ધરાવતા ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઈટ પરના વ્યવહારો સંબંધિત ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ્સ કમાઈ શકશે નહીં.
પાંચમો ફેરફાર – સ્પેશિયલ FD યોજનાઓ
ઇન્ડિયન બેંક અને IDBI બેંક જેવી બેંકો હાલમાં કેટલીક વિશેષ મુદતની FD ચલાવી રહી છે. ઇન્ડિયન બેંકની 444-દિવસ અને 555 દિવસની યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે. તેવી જ રીતે, IDBI બેંકની 444-દિવસ, 555-દિવસ અને 700-દિવસની સ્પેશિયલ FD માં રોકાણ કરવાની છેલ્લી તારીખ પણ 30 સપ્ટેમ્બર છે.
છઠ્ઠો ફેરફાર – CNG-PNG અને જેટ ફ્યુલ
ઓઇલ કંપનીઓ LPG સાથે જ CNG, PNG અને જેટ ફ્યુલ (AFT) ના ભાવમાં પણ ફેરફાર કરે છે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી તેમની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.
સાતમો ફેરફાર – LPG સિલિન્ડરની કિંમત
દર મહિનાની જેમ જ 1 સપ્ટેમ્બરથી પણ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ રહ્યો છે. ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો હતો. ઓગસ્ટમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત રૂ. 33.50 ઘટીને દિલ્હીમાં 19 કિલો LPG સિલિન્ડરની કિંમત રૂ. 1631.50 થઈ હતી. રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં રૂ. 853 છે, જે 8 એપ્રિલ 2025થી બદલાઈ નથી.
આ પણ વાંચોઃ ચીનમાં SCO સમિટઃ મોદી, જિનપિંગ અને પુતિનની મુલાકાત પર વિશ્વની નજર












