ગુજરાત: 1 વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, જાણો કયા પક્ષને સૌથી વધુ મળ્યા રૂપિયા

- રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું
- ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા
- જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું
ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે.
વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું
ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.












