
મુંબઇ, 3 માર્ચ, 2025: રિલાયન્સના નેજા હેઠળની RISE (રાઇઝ) વર્લ્ડવાઇડએ ઘરેલુ ઇ-સ્પોર્ટ્સ માર્કેટમાં પ્રવેશવા માટે ડેનમાર્ક સ્થિત BLAST સાથે JV (સંયુક્ત સાહસ)ની રચના માટે હસ્તાક્ષર કર્યા છે. આ પગલું એટલા માટે મહત્ત્વનું છે કે ભારતનું ઇ-સ્પોર્ટ્સ માર્કેટ હાલમાં 3.8 અબજ ડોલરનું છે તે વાર્ષિક 19 ટકાની વૃદ્ધિ સાથે 2029 સુધીમાં 9.2 અબજ ડોલરના સ્તરે સ્પર્શશે તેમ મનાય છે. ભારત પહેલેથી જ વિશ્વના ગેમ બેઝમાં 18 ટકા (600 મિલીયન)નો હિસ્સો ધરાવે છે ત્યારે આગામી પાંચ વર્ષમાં બમણો થવાની ધારણા છે.
આ JVની રચના સાથે, રિલાયન્સ પોતાનો સ્પોર્ટ્સ ઇન્ટરેસ્ટ ઇ-સ્પોર્ટસ સુધી લંબાવશે અને રાઇઝની સ્પોર્ટીંગ ઇવેન્ટ્સ અને ટીમને પ્રોત્સાહન આપવાની અને માર્કેટિંગ કરવાની કુશળતાનો લાભ ઉઠાવવાની સાથે તેની વિતરણ અને ટેકનોલોજીની કુશળતાને પણ ઉપયોગમાં લેવાશે એમ રિલાયન્સ સ્પોર્ટ્સના વડા દેવાંગ ભીમજ્યાનીએ જણાવ્યું હતુ.
BLAST એ વિશ્વમાં અનેક મોટી ઇ-સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટનું આયોજન કરનારી કંપનીઓમાંની એક છે, જે અગ્રણી ગેમ અન્યો ઉપરાંત એપિક ગેમ્સ, વાલ્વ, ક્રાફ્ટોન અને યુબીસોફ્ટ જેવા પ્રકાશકો સાથે કામ કરે છે.
JV એન્ટિટી BLASTની ઈ-સ્પોર્ટ્સ મીડિયા પ્રોડક્શન કુશળતા, પ્રકાશક સંબંધો, લોકપ્રિય IPs અને રિલાયન્સ જિયોની ટેક્નોલોજી કુશળતા, વિતરણ પહોંચ અને JioGames પ્લેટફોર્મ પર ઇવેન્ટ હોસ્ટ કરવા માટે સ્થાનિક સંબંધોને આગળ લાવશે.
“ભારત એ વિશ્વના સૌથી રોમાંચક ગેમિંગ બજારોમાંનું એક છે, જેમાં ઝડપથી વિસ્તરી રહેલા ઈ-સ્પોર્ટ્સ પ્રેક્ષકો અને વધુ સ્પર્ધાત્મક ગેમિંગ અનુભવોની ઇચ્છા રાખે છે. રિલાયન્સ સાથે ભાગીદારી કરીને, અમારી પાસે સ્થાનિક ઈ-સ્પોર્ટ્સ પરિસ્થિતિને વધુ ઉજળી બનાવવાની અનન્ય તક છે,” એમ BLASTના સીઇઓ રોબી ડ્યુકેએ જણાવ્યું હતું.
વૈશ્વિક ઈ-સ્પોર્ટ્સ માર્કેટનું કદ 2024માં 2.8 અબજ ડોલર હતું, જે વાર્ષિક 22%ના દરની વૃદ્ધિ સાથે 2033 સુધીમાં 16.7 અબજ ડોલરને સ્પર્શે તેવી અપેક્ષા છે. ત્યાં સુધીમાં, ભારતીય ગેમિંગ બજાર એકંદર બજારના લગભગ 60% જેટલું હશે, એમ નિષ્ણાતોએ જણાવતા ઉમેર્યુ હતુ કે ભારત સરકારે પહેલાથી જ દેશમાં ઇસ્પોર્ટ્સને “મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ” શ્રેણીના એક ભાગ તરીકે જાહેર કરીને માન્યતા આપી છે.
આ પણ વાંચોઃ બે દિવસીય થાઈલેન્ડની યાત્રા પર રવાના થયા પીએમ મોદી, બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેશે












