REC-PFC મર્જરથી રોકાણકારોને મોટો ફાયદો, 100 શેર સામે મળશે 88 શેર

REC-PFC merger: સરકારી ક્ષેત્રની બે મોટી પાવર ફાઇનાન્સ કંપનીઓ REC Limited અને Power Finance Corporation (PFC) ના મર્જરને લઈને મોટી જાહેરાત સામે આવી છે. 28 જૂન 2026ના રોજ બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઐતિહાસિક મર્જર યોજના મંજૂર કરી છે. કંપનીઓએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ આ મર્જર કંપની અધિનિયમ 2013ની કલમ 230 થી 232 હેઠળ કરવામાં આવશે.
મર્જર પૂર્ણ થયા બાદ નવી સંયુક્ત કંપનીની કુલ લોન બુક 11 લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી જશે. આ સાથે પાવર સેક્ટરમાં ફાઇનાન્સિંગ માટે આ નવી સંસ્થા સૌથી મોટી સરકારી કંપનીઓમાં સ્થાન મેળવી શકે છે. જોકે, હજુ આ મર્જરને શેરહોલ્ડર્સ, લેન્ડર્સ તેમજ વિવિધ સરકારી અને નિયમનકારી સંસ્થાઓની મંજૂરી મળવી બાકી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સરકારની રહેશે બહુમતી ભાગીદારી
માર્ચ 2026ના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, કેન્દ્ર સરકાર પાસે RECમાં 52.63 ટકા અને PFCમાં 55.99 ટકા હિસ્સો છે. મર્જર બાદ પણ સરકારનું નિયંત્રણ યથાવત રહેશે અને નવી કંપની સરકારી કંપની તરીકે જ કાર્ય કરશે.
RECના રોકાણકારોને શું મળશે?
મર્જરનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો શેર સ્વેપ રેશિયો છે. CNBC TV18ના અહેવાલ મુજબ, RECના દરેક 100 શેર સામે રોકાણકારોને PFCના 88 શેર આપવામાં આવશે. આ શેર ટ્રાન્સફર રેકોર્ડ ડેટના આધારે કરવામાં આવશે, જેની જાહેરાત બાદમાં થશે.
મર્જરથી શું થશે ફાયદો?
PFCએ આપેલી માહિતી મુજબ, આ મર્જરથી બંને કંપનીઓની બેલેન્સ શીટ વધુ મજબૂત બનશે અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે. સાથે જ પાવર સેક્ટરની સંપૂર્ણ વેલ્યુ ચેઇન માટે મોટા પાયે ફાઇનાન્સિંગ શક્ય બનશે. સરકારની વિવિધ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને આગળ વધારવામાં પણ નવી સંયુક્ત કંપની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શેર બજારમાં બંને કંપનીઓનું પ્રદર્શન
શેર બજારમાં RECનો શેર છેલ્લે 364.4 રૂપિયે બંધ થયો હતો, જ્યારે PFCનો શેર 433.4 રૂપિયે બંધ રહ્યો હતો. બંને સ્ટોક્સ તેમના ઓલટાઈમ હાઈથી હજુ નીચે ટ્રેડ થઈ રહ્યા છે, છતાં લાંબા ગાળે રોકાણકારો માટે આ મર્જર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન બોર્ડર પર કર્યો જોરદાર હુમલો, 29 લોકોના મોત












