IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

RCBના નવા માલિક બદલશે ટીમનું નામ? બિરલા ગ્રુપે કરી સ્પષ્ટતા

RCB Becomes Most Expensive IPL Team: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આદિત્ય બિરલા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને બ્લેકસ્ટોનની પરપેચ્યુઅલ પ્રાઇવેટ ઇક્વિટી સ્ટેટજીએ મળીને આ ફ્રેન્ચાઇઝીને અંદાજે ₹16,660 કરોડમાં ખરીદી લીધી છે. આ ડીલ બાદ RCB હવે લીગની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે.

શું ફ્રેન્ચાઇઝીનું નામ બદલાશે?

જ્યારથી આ ડીલના સમાચાર આવ્યા છે, ત્યારથી ચાહકોના મનમાં પ્રશ્ન હતો કે શું નવા માલિકો ટીમનું નામ બદલશે? પરંતુ RCBના નવા ચેરમેન આર્યમન બિરલાની બહેન અને અનન્યા બિરલાએ ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી છે કે ટીમનું નામ “રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ” જ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડની સત્તાવાર જાહેરાત

યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમણે RCBમાં તેમનો 100% હિસ્સો રોકડ સોદા દ્વારા વેચી દીધો છે. આ ડીલમાં RCBની પુરુષ અને મહિલા એમ બંને ટીમોનો સમાવેશ થાય છે.

વિજય માલ્યાની પ્રતિક્રિયા

RCBના પૂર્વ માલિક વિજય માલ્યાએ પણ આ ડીલ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે જ્યારે તેમણે ₹450 કરોડમાં આ ટીમ ખરીદી હતી, ત્યારે લોકોએ તેમને ‘પાગલ’ કહ્યા હતા. તેમણે વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો, જેમને શરૂઆતના તબક્કામાં ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં સામેલ કર્યા હતા અને તેઓ હજુ પણ ટીમનો હિસ્સો છે.

આ પણ વાંચો : 2008થી 2025 સુધીની IPL વિજેતા ટીમોની યાદી

આ પણ વાંચોઃ ઈરાનને ઝટકોઃ હોર્મુઝ પર તાળા મારનાર નૌસેના પ્રમુખનું મોત, ઈઝરાયલી સેનાનો મોટો દાવો

આ પણ વાંચોઃ આર્મી સાથે જોડાયેલા આ વિશેષ લોકો રેલવેમાં ફ્રી મુસાફરી કરી શકશે, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આપી માહિતી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button