કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગધર્મ

લીંબડીમાં આજે પ્રથમવાર રંગેચંગે યોજાશે રથયાત્રા: શહેરીજનોમાં અનેરો ઉત્સાહ

લિંબડી, ૨૭ જૂન, ૨૦૨૫: Rath Yatra in Limbdi આજે 27મી જૂન, અષાઢી બીજ એટલે અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાનો દિવસ છે. ત્યારે લીંબડીમાં આજે અષાઢી બીજે પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ૫૦ લાખ ખર્ચે તૈયાર કરવામાં આવેલા રથમાં બેસી ભગવાન જગન્નાાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્ચા કરશે. શહેરમાં પ્રથમ વખત નીકળનારી રથયાત્રાને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

આજે અષાઢી બીજનો અવસર એટલે નાથની નગરચર્યાનો દિવસ. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભાવિ ભક્તો પણ પ્રભુને આવકારવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા ગત વર્ષે પ્રથમ વખત અષાઢી બીજની રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પુરતો પોલીસ સ્ટાફ ન હોવાના તંત્રની મંજૂરી નહી મળતાં રથયાત્રા યોજાઈ શકી ન હતી. જ્યારે આ વર્ષે તંત્ર દ્વારા અષાઢી બીજની રથયાત્રાની મંજૂરી મળી જતાં શહેરના સર્વે સમાજના અગ્રણીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રથયાત્રાનો પ્રારંભ થશે.

રથમાં બેસી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાન માટે ૫૦ લાખના ખર્ચે રથ બનાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ વખત યોજાનાર રથયાત્રાને લઈને લીંબડી પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૃટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છી નવા વર્ષ નિમિત્તે વડાપ્રધાને કચ્છી બોલીમાં અને મુખ્યપ્રધાને કચ્છીઓને શુભકામના આપી

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button