કચ્છી નવા વર્ષ નિમિત્તે વડાપ્રધાને કચ્છી બોલીમાં અને મુખ્યપ્રધાને કચ્છીઓને શુભકામના આપી

ભુજ, 27 જૂન 2025: Kachchhi New Year 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપ બાદ આફતને અવસરમાં પલટવામાં અગ્રીમ ભૂમિકા ભજવનારા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છીઓને શુભેચ્છા આપી છે. બંને લોકનેતાઓએ તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી કચ્છીજનોને યાદ કર્યા છે.
શું કહ્યું વડાપ્રધાને કચ્છી બોલીના મેસેજમાં?
અષાઢી બીજ એટલે કચ્છી નયેં વરેંજે અવસર તેં કચ્છમેં અને દેશ, દુનિયામેં વસધલ કચ્છી ભા, ભેણેં કે ધિલસેં વધાઇયું ડીયાંતો અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય હમેશાં જળવાઇ રે એડ઼ી શુભેચ્છાઉં ડીયાંતો.
— Narendra Modi (@narendramodi) June 27, 2025
Best wishes, especially to the Kutchi community all around the world, on the special occasion of Ashadhi Bij. May the year ahead bring peace, prosperity and wonderful health for everyone.
— Narendra Modi (@narendramodi) June 27, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં વસતા લોકો અને વિશ્વભરમાં વસતા કચ્છી સમૂદાયના લોકોને સંબોધીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કચ્છી બોલીમાં અને અંગ્રેજી ભાષામાં બંને રીતે શુભકામના પાઠવી છે. અષાઢી બીજ એટલે કચ્છી નયેં વરેંજે અવસર તેં કચ્છમેં અને દેશ, દુનિયામેં વસધલ કચ્છી ભા, ભેણેં કે ધિલસેં વધાઇયું ડીયાંતો અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય હમેશાં જળવાઇ રે એડ઼ી શુભેચ્છાઉં ડીયાંતો.
તેમણે લખ્યું છે કે, અષાઢી બીજના ખાસ પ્રસંગે, વિશ્વભરના કચ્છી સમુદાયને શુભકામનાઓ. આવનારું વર્ષ દરેક માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યકારક રહે.
ભૂપેન્દ્ર પટલે શું કહ્યું?
કચ્છી માડુઓને અષાઢી બીજ – કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
નવું વર્ષ આપ સૌ માટે ઉન્નતિનો ઉજાસ લઈને આવે.. ઈશ્વર કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને વૈભવ અવિરત વધતા રહે તેવી મંગલકામના. pic.twitter.com/HrpyqW3wIm
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 27, 2025
કચ્છી માડુઓને અષાઢી બીજ – કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ આપ સૌ માટે ઉન્નતિનો ઉજાસ લઈને આવે.. ઈશ્વર કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને વૈભવ અવિરત વધતા રહે તેવી મંગલકામના.












