બોક્સ ઓફિસ પર મહાસંગ્રામ: અજય દેવગણની ‘ધમાલ 4’ સામે ‘રાવ બહાદુર’ ટકરાશે, 3 જુલાઈએ થશે મોટો ક્લેશ
Rao Bahadur Clash With Dhamaal 4: બોલિવૂડના સિંઘમ અજય દેવગણની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ હવે એકલી મેદાનમાં નથી. આગામી જુલાઈ મહિનામાં સિનેમાઘરોમાં મોટો મુકાબલો જોવા મળવાનો છે. અગાઉ જૂન મહિનામાં રિલીઝ થનારી ‘ધમાલ 4’ ની રિલીઝ ડેટ લંબાવીને 3 જુલાઈ કરવામાં આવી હતી, પરંતુ હવે તે જ દિવસે અન્ય બે મોટી ફિલ્મો રિલીઝ થવાની હોવાથી ત્રિપાંખિયો જંગ જામશે.
અજય દેવગણ અને સત્યદેવ વચ્ચે ટક્કર
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે 3 જુલાઈએ અજય દેવગણનું એકહથ્થુ શાસન રહેશે, કારણ કે તે દિવસે માત્ર તેલુગુ એડવેન્ચર ફિલ્મ ‘નાગબંધમ’ જ રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ યાદીમાં મહેશ બાબુના પ્રોડક્શન હેઠળ બનેલી ‘રાવ બહાદુર’ (Rao Bahadur) પણ જોડાઈ ગઈ છે. સત્યદેવ અભિનીત આ મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ પહેલા 5 જૂને આવવાની હતી, પરંતુ મેકર્સે તેની રિલીઝ તારીખ બદલીને 3 જુલાઈ કરી દીધી છે.
મહેશ બાબુની ફિલ્મની રિલીઝમાં ફેરફાર
સુપરસ્ટાર મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની કંપની GMB એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનેલી ‘રાવ બહાદુર’ના દિગ્દર્શક વેંકટેશ મહા છે. ફિલ્મના પોસ્ટર પર એક સૂચક કેપ્શન લખવામાં આવ્યું છે: “યાદ રાખો – શંકા એક રાક્ષસ છે.” આ પોસ્ટર અને તેની રહસ્યમય વાર્તાએ સોશિયલ મીડિયા પર અત્યારથી જ ભારે ઉત્તેજના જગાવી છે. ખાસ કરીને સાયકોલોજીકલ થ્રિલરના શોખીનો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ
આગામી 3 જુલાઈના રોજ સિનેમાઘરોમાં ત્રણ અલગ-અલગ શૈલીની ફિલ્મો વચ્ચે મોટો મુકાબલો જોવા મળશે, જેમાં અજય દેવગણ, રિતેશ દેશમુખ અને અર્શદ વારસી સ્ટારર બ્લોકબસ્ટર કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ધમાલ 4’, સત્યદેવની મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘રાવ બહાદુર’ અને તેલુગુ એડવેન્ચર થ્રિલર ‘નાગબંધમ – ધ સિક્રેટ ટ્રેઝર’ મેદાનમાં ઉતરશે. એક તરફ દર્શકોને કોમેડીનો ભરપૂર ડોઝ મળશે, તો બીજી તરફ રહસ્ય અને રોમાંચક ટ્રેઝર હન્ટનો અનુભવ થશે, જેના કારણે ફિલ્મ નિષ્ણાતો માની રહ્યા છે કે આ ક્લેશથી બોક્સ ઓફિસ કલેક્શન વહેંચાઈ શકે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે અજય દેવગણની લોકપ્રિય કોમેડી પ્રેક્ષકોને વધુ આકર્ષે છે કે પછી સત્યદેવની થ્રિલર બાજી મારી જાય છે.











