ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

Ramayana Teaser: શ્રી રામના પાત્રમાં રણવીર કપૂર, ‘રામાયણ પાર્ટ 1’નું ટીઝર રિલીઝ

Ramayana Teaser:  હનુમાન જયંતિના પવિત્ર અવસર પર નિર્દેશક નિતેશ તિવારી દ્વારા બનાવવામાં આવેલી ભવ્ય ફિલ્મ ‘રામાયણ ભાગ એક’નું ટીઝર સત્તાવાર રીતે રજૂ થયો છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર શ્રીરામના પાત્રમાં જોવા મળતા હોવાથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી દર્શકો તેમના પ્રથમ લુકની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહ પૂર્ણ થઈ ગઈ છે.

લગભગ બે મિનિટથી વધુ સમયના આ ટીઝરમાં રામાયણની કથાને આધુનિક અને ભવ્ય દ્રષ્ટિકોણથી રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. શરૂઆતમાં દુનિયામાં અશાંતિ અને દુષ્ટ શક્તિઓના પ્રભાવને દર્શાવવામાં આવે છે, ત્યારબાદ શ્રીરામના અવતાર દ્વારા ધર્મ અને સત્યની સ્થાપનાનો સંદેશ આપવામાં આવે છે. ટીઝરનો દૃશ્ય અને સંગીત બંને ખૂબ પ્રભાવશાળી લાગે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટીઝરમાં અયોધ્યાના રાજમહેલથી લઈને સીતાજી સાથેના લગ્ન અને ત્યારબાદના વનવાસ સુધીના મહત્વપૂર્ણ પ્રસંગોની સુંદર ઝલક દર્શાવવામાં આવી છે. રણબીર કપૂરે શ્રીરામના પાત્રમાં શાંતિ, કરુણા અને શક્તિનો સરસ સમન્વય રજૂ કર્યો છે, જે દર્શકોને આકર્ષે છે.

ફિલ્મના નિર્માતા Namit Malhotraએ ટીઝર સાથે એક ભાવુક સંદેશ પણ શેર કર્યો હતો, જેમાં તેમણે શ્રીરામના આદર્શ જીવન અને કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરી છે. તેમણે જણાવ્યું કે શ્રીરામ એ એવા પાત્ર છે જેમણે હંમેશા પોતાના સ્વાર્થ કરતા લોક હિતને વધુ મહત્ત્વ આપ્યું.

આ ટીઝર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે. હવે દર્શકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : બેંગલુરુ/ એન્જિનિયર દંપતીએ કેમ કરી હતી આત્મહત્યા? સામે આવ્યું કારણ

Back to top button