રાજીવ શુક્લાએ કિંગ ચાર્લ્સ IIIને ભેટમાં આપી આ બુક, જાણો બાદમાં તેમણે શું કહ્યું?

Rajeev Shukla Gifts His to King Charles III: ભારતીય પુરુષ અને મહિલા ટીમો 15 જુલાઈ (મંગળવાર) ના રોજ લંડનના સેન્ટ જેમ્સ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ ત્રીજાને મળ્યા હતા. બંને ટીમો હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. પુરુષોની ટીમ ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જ્યારે મહિલા ટીમ આગામી ODI સિરીઝ રમશે.
Presented my book scars of 1947 to King Charles at st.James palace his house. He took lot of interest in content of the book. pic.twitter.com/d61KcR3tfS
— Rajeev Shukla (@ShuklaRajiv) July 15, 2025
આ બેઠક દરમિયાન સપોર્ટ સ્ટાફ અને BCCI અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કિંગ ચાર્લ્સ ત્રીજાને તેમનું પુસ્તક ‘સ્કાર્સ ઓફ 1947: રિયલ પાર્ટીશન સ્ટોરીઝ’ ગિફ્ટમાં આપ્યું હતું. શુક્લાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે કિંગ ચાર્લ્સ ત્રીજાએ પુસ્તકની સામગ્રીમાં ખૂબ રસ દાખવ્યો હતો.
રાજીવ શુક્લા પણ કિંગ ચાર્લ્સ સાથે મળ્યા
આ પ્રસંગે, BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે તે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે કિંગ ચાર્લ્સે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળવા આમંત્રણ આપ્યું હતું. ખેલાડીઓ તેમને મળ્યા પછી ખૂબ જ ખુશ છે. કિંગે મને મારા દ્વારા આપવામાં આવેલા પુસ્તક વિશે પણ પૂછ્યું. તેમણે મને ભારતીય ક્રિકેટર આકાશદીપની બહેનના સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું હતું. આકાશદીપની બહેન હાલમાં કેન્સર સામે લડી રહી છે.
આ પણ વાંચો: WI vs AUS: ઘરઆંગણે ખેલાડીઓએ નાક કપાવ્યું તો ક્રિકેટ બોર્ડમાં હડકંપ મચ્યો, તાત્કાલિક દિગ્ગજોને બોલાવ્યા












