ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ, જાણો ક્યારથી સક્રિય થશે ચોમાસું

  • હાલમાં ગરમીને કારણે બધાની હાલત ખરાબ થઈ રહી છે
  • 14મી જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થઈ શકે છે
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, કેટલાક રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે. 14મી જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થઈ શકે છે. જેના કારણે 16મી જૂન પછી ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ મોન્સુનનો વરસાદ શરુ થઈ શકે છે. નોંધનીય છે કે, હાલમાં ગરમીને કારણે બધાની હાલત ખરાબ થઈ રહી છે.

આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે. આજે 13મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરુ થશે. ત્યારબાદ ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. ઘણા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ભાવનગર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.

ભરુચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા

14મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, મહિસાગર, ભરુચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: જામનગર: PSI અને રાઇટર વતી 1 લાખની લાંચ લેનાર SOGનો પોલીસકર્મી 1 દિવસના રિમાન્ડ પર

Back to top button