ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકો અંધકાર તરફ આગળ વધી રહ્યા છે- રાહુલ ગાંધી

કોલ્લમ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે (શુક્રવારે) કહ્યું કે વર્તમાન સમયમાં રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકો અંધકાર તરફ આગળ વધી રહ્યા છે અને જ્ઞાનથી દૂર જઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું કે રાજકારણ હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો, બીજી વ્યક્તિને સમજવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી અને અસંમતિ સાથે વ્યવહાર કરવામાં હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “આજે આપણે રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જોઈએ છીએ કે દરેક વ્યક્તિ અંધકાર તરફ દોડી રહ્યો છે અને જ્ઞાનથી દૂર જઈ રહ્યો છે. બીજા વ્યક્તિને સમજવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી, તમે ફક્ત તેમને બોમ્બથી ઉડાવી દો છો અને મારી નાખો છો.” તેમણે આરોપ લગાવ્યો, “આપણી રાજનીતિમાં પણ એવું જ છે. તમે કોઈની સાથે સંમત નથી, તો તમે તે વ્યક્તિ પર હુમલો કરો છો અથવા તેમના પ્રત્યે હિંસક બની જાઓ છો.”

રાહુલ ગાંધી મહાત્મા ગાંધી અને સુધારાવાદી સંત શ્રી નારાયણ ગુરુ વચ્ચે થયેલી મુલાકાતની શતાબ્દી નિમિત્તે કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને નારાયણ ગુરુ બંને આવી હિંસાના વિરોધી હતા અને લોકોમાં પ્રેમ, આદર, ક્ષમા અને સમજણની હિમાયત કરતા હતા.

વિપક્ષના નેતા રાહુલે કહ્યું, “મહાત્મા ગાંધીના અંગ્રેજો સામેના સંઘર્ષથી મને શક્તિ અને બળ વચ્ચેનો તફાવત સમજાયો. બ્રિટિશ સામ્રાજ્ય પાસે બળ હતો, પણ શક્તિ નહોતી. ગાંધીજી પાસે બળ નહોતો, પણ તેમની પાસે સત્ય હતું, તેથી તેમની પાસે શક્તિ હતી. તેવી જ રીતે, નારાયણ ગુરુજી પાસે બળ નહોતો, તેમની પાસે અપાર સંપત્તિ નહોતી, તેઓ વૈભવી કારમાં મુસાફરી નહોતા કરતા, છતાં તેઓ તેમના સમયમાં કેરળના સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા.”

રાહુલે કહ્યું, “કલ્પના કરો, સો વર્ષ પછી, કેરળનો આખો રાજકીય વર્ગ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે મહાત્મા ગાંધી અને નારાયણ ગુરુએ હિંસા અને નફરતનો પ્રયોગ કરનારાઓને સંદેશ આપ્યો કે આનાથી કંઈ પ્રાપ્ત નથી થતુ, ફક્ત નુકસાન જ થાય છે.

તેમણે કહ્યું, “ભારતમાં રાજકીય લડાઈ પણ ખૂબ સમાન છે. એક તરફ સત્ય, અહિંસા અને નમ્રતા છે, અને બીજી તરફ ક્રોધ, હિંસા, દ્વેષ અને અહંકાર છે. હિંસા અને ક્રોધ ધરાવતા લોકો પાસે બળ હોઈ શકે છે, પરંતુ તેમની પાસે કોઈ શક્તિ નથી કારણ કે નારાયણ ગુરુજી અને મહાત્મા ગાંધીજી જેવા લોકોની ભાવના, અને ખરેખર, ભારતની ભાવના, મૂળભૂત રીતે સત્ય અને અહિંસાના વિચાર પર આધારિત છે.”

આ પણ વાંચો: નિશાંત કાલે JDUમાં જોડાશે, બિહારમાં યાત્રા કરશે; નીતિશની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Back to top button