ટ્રેન્ડિંગનેશનલ

રસ્તા પર ભીખ માંગતા ભીખારીઓની થશે DNA તપાસ! જાણો પંજાબ સરકારે કેમ લીધો આ નિર્ણય

પંજાબઃ 17 જુલાઈ, 2025: Punjab Govt Conduct DNA Test on Beggars: જો તમે કોઈપણ સિગ્નલ પર ઊભા છો અથવા કોઈપણ મંદિર કે મસ્જિદની બહાર જાઓ છો, તો તમને મોટી સંખ્યામાં બાળકો ભીખ માંગતા જોવા મળશે. ભારતમાં અનેક જગ્યાએ તમને ભીખ માંગતા બાળકો જોવા મળશે. આ ભીખ માંગતા બાળકોમાંથી ઘણા બાળકો તસ્કરીનો ભોગ પણ બને છે. ઘણી જગ્યાએ, ભિખારીઓની ઘણી ગેંગ પણ આમાં સામેલ છે. પંજાબ સરકારે આ ભીખ માંગતા બાળકોને દલદલમાંથી મુક્ત કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. બાળકોની તસ્કરી અને ભીખ માંગવા માટે તેમના શોષણને રોકવાના હેતુ સાથે, પંજાબ સરકારે તમામ ડેપ્યુટી કમિશનરોને રસ્તાઓ પર પુખ્ત વયના લોકો સાથે ભીખ માંગતા જોવા મળતા બાળકોના DNA ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેમના સંબંધની પુષ્ટિ થઈ શકે.

પંજાબમાં ભીખ માગતા બાળકોની થશે તપાસ

અધિકારીઓએ ગુરૂવારે આ માહિતી આપી છે. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી બલજીત કૌરે આ આદેશ જારી કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો કોઈ બાળક કોઈ પુખ્ત વયના વ્યક્તિ સાથે ભીખ માંગતો જોવા મળે છે, તો તેના પારિવારિક સંબંધોની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી બાળક બાળ કલ્યાણ સમિતિઓની દેખરેખ હેઠળ બાળ સંભાળ સંસ્થામાં રહેશે.

જો બાળકના સંબંધની પુષ્ટિ ન થાય તો?

અધિકારીઓએ ખાતરી આપી હતી કે, જો ડીએનએ પરીક્ષણો પુષ્ટિ કરે છે કે પુખ્ત અને બાળક વચ્ચે સંબંધ નથી, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ‘જીવનજ્યોત-2’ પ્રોજેક્ટ હેઠળ સામાજિક સુરક્ષા (મહિલા અને બાળ વિકાસ) નિયામક દ્વારા તમામ ડેપ્યુટી કમિશનરોને આ સૂચનાઓ આપવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિઓ એવા જિલ્લાઓમાં આવા કેસોની ઓળખ કરશે, જ્યાં એવું લાગે છે કે કોઈ બાળકને કોઈ પુખ્ત વયના વ્યક્તિ સાથે ભીખ માંગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે અથવા તેમના સંબંધો શંકાસ્પદ લાગે છે. ત્યારબાદ કેસ ડેપ્યુટી કમિશનરોને મોકલવામાં આવશે અને તેઓ ડીએનએ પરીક્ષણની ભલામણ કરશે.

નોંધનીય છે કે, ગત મહિને મુખ્યમંત્રી કૌરે તમામ ડેપ્યુટી કમિશનરોને તેમના સંબંધિત જિલ્લાઓને ‘ભિખારી મુક્ત’ જાહેર કરવા અને આ સંદર્ભે નિયમિત દેખરેખ સુનિશ્ચિત કરવા સૂચનાઓ જારી કરી હતી.

આ પણ વાંચોઃ લુકઆઉટ નોટિસ જાહેર કરી રશિયન મહિલા અને તેના બાળકોને શોધોઃ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

આ પણ વાંચોઃ ચોમાસુ સત્ર પૂર્વે INDIA ગઠબંધનનું મનોમંથન, 19મીએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરે બેઠક

Back to top button