જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી શરૂ, બચવા માટે ભરી શકે છે અપનાવી શકે છે આ છેલ્લો રસ્તો

નવી દિલ્હી, 8 જૂન, 2025: Justice Yashwant Varma, કેન્દ્ર સરકારે જસ્ટિસ યશવંત વર્મા સામે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવીને તેમને હટાવવા માટે રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે. હવે જસ્ટિસ વર્મા પાસે મહાભિયોગ ટાળવાનો એક જ વિકલ્પ છે. જો તેઓ પ્રસ્તાવ લાવતા પહેલા રાજીનામું આપે તો તેઓ મહાભિયોગ ટાળી શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને હટાવવાની પ્રક્રિયાથી પરિચિત લોકો કહે છે કે સંસદમાં પોતાનો બચાવ ન કરવા માટે, તેઓ મૌખિક રીતે રાજીનામું જાહેર કરી શકે છે.
રાજીનામું આપવાના ફાયદા
જો તેઓ જાતે રાજીનામું આપે છે, તો તેમને નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી પેન્શન અને અન્ય સુવિધાઓ મળતી રહેશે. જોકે, જો તેમને સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવીને હટાવવા પડે છે, તો તેમને પેન્શન પણ નહીં મળે. બંધારણના અનુચ્છેદ 217 મુજબ, હાઈકોર્ટના ન્યાયાધીશ રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ માટે કોઈની મંજૂરી જરૂરી નથી. રાજીનામું આપવા માટે ન્યાયાધીશનો પત્ર પૂરતો છે.
કેવી રીતે થશે મહાભિયોગની પ્રક્રિયા?
જો કોઈ ન્યાયાધીશ પોતાના પત્રમાં રાજીનામાની તારીખનો ઉલ્લેખ કરે છે, તો તેમને તે તારીખ પહેલાં પોતાનું રાજીનામું પાછું ખેંચવાનો અધિકાર છે. જસ્ટિસ સંજીવ ખન્ના CJI હતા ત્યારે જસ્ટિસ વર્માને દૂર કરવા માટે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. જજ ઇન્ક્વાયરી એક્ટ 1968 મુજબ, જો કોઈ ન્યાયાધીશને દૂર કરવાનો પ્રસ્તાવ ગૃહમાં સ્વીકારવામાં આવે છે, તો સ્પીકર અથવા ગૃહના અધ્યક્ષ ત્રણ સભ્યોની સમિતિ પણ બનાવી શકે છે જે તપાસ કરશે કે તેમને કયા આધારે દૂર કરવામાં આવ્યા છે.
આ સમિતિમાં CJI અને 25 હાઇકોર્ટમાંથી એક ચીફ જસ્ટિસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે (4 જૂન) ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં તમામ રાજકીય પક્ષોને સાથે લેવાના સરકારના સંકલ્પ પર ભાર મૂક્યો અને કહ્યું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને ‘રાજકીય દ્રષ્ટિકોણ’થી જોઈ શકાય નહીં.
ચોમાસું સત્રમાં હાથ ધરાશે મહાભિયોગની કાર્યવાહી
કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે મુખ્ય હેતુ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે 21 જુલાઈથી શરૂ થઈ રહેલા અને 12 ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસુ સત્રમાં બંને ગૃહોમાં પદ પરથી હટાવવાની કાર્યવાહી પસાર થશે.
માર્ચ મહિનામાં દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા ત્યારે તેમના નિવાસસ્થાને આગ લાગી હતી, તે સમયે તેમના ઘરના એક ભાગમાં રોકડની બળી ગયેલી બોરીઓ મળી આવી હતી.
ન્યાયાધીશે રોકડ અંગે અજ્ઞાનતાનો દાવો કર્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ઘણા સાક્ષીઓ સાથે વાત કર્યા પછી અને તેમના નિવેદનો નોંધ્યા પછી તેમને દોષિત ઠેરવ્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ ખન્નાએ તેમને રાજીનામું આપવાનો સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે પરંતુ ન્યાયાધીશ વર્મા તેમના વલણ પર અડગ રહ્યા. ત્યારથી કોર્ટે તેમને તેમના મૂળ કેડર, અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે, જ્યાં તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવ્યું નથી. જસ્ટિસ ખન્નાએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મહાભિયોગ પ્રસ્તાવની ભલામણ કરતા પત્ર લખ્યો હતો, જે ઉચ્ચ ન્યાયતંત્રના સભ્યોને સેવામાંથી દૂર કરવાની પ્રક્રિયા છે.
આ પણ વાંચોઃ રાકેશ શર્માથી મળી પ્રેરણા… અંતરિક્ષમાં ઉડાન પહેલાં શુભાંશુ શુક્લાએ વીડિયો શેર કરી જણાવી પોતાની જર્ની
આ પણ વાંચોઃ GST રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તક! 3 વર્ષ જૂના રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ જુલાઈ 2025 થી બંધ થઈ જશે












