ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

Gujarat : પોલીસની દાદાગીરી, PSIએ મહિલા સરપંચના પતિને લાફો મારતા મામલો ગરમાયો

મહીસાગર, 22 ફેબ્રુઆરી 2026: મહીસાગર જિલ્લામાં પોલીસ સામે જનતનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. બાલાસિનોરની ઘટના બાદ હવે પાંડરવાડા ગામે પોલીસની દાદાગીરી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીએસઆઈ દ્વારા મહિલા સરપંચના પતિને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલતા મામલો ગરમાયો છે, જેના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો છે.

છેલ્લા કેટલાક સમયથી મહીસાગર પોલીસ સતત વિવાદોના ઘેરામાં છે. અગાઉ બાલાસિનોર એક સગીરને ઢોર માર મારવાની ઘટનાથી ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. પાંડરવાડામાં જ એક વ્યક્તિને સીટ બેલ્ટ ન બાંધવા બાબતે માર માર્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, પાંડરવાડા ગામના મહિલા સરપંચના પતિ શૈલેષ ડામોર સાથે પીએસઆઈ મકવાણાએ ગેરવર્તણૂક કરી હતી. પીએસઆઈએ જાહેરમાં શૈલેષભાઈને લાફો ઝીંકી દીધો હોવાના અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાના વિરોધમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ બાબલિયા-રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો. રસ્તા વચ્ચે બાઈક અને કારની આડાશ મૂકીને ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા. હાઈવે બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા.

આ પણ વાંચો , http://વડોદરામાં ફરીવાર ‘રક્ષિતકાંડ’ થતા રહી ગયો, નબીરો નશાની હાલતમાં શાકભાજીની લારી ઉડાવી ભાગ્યો

Back to top button