
National News : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો, જેણે સનસનાટી મચાવી દીધી છે. આ સાથે જ થોડા કલાકોમાં જ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલ વીડિયો બની ગયો. વીડિયોમાં, પીએમ મોદીએ પેપર લીક અંગે ચિંતિત વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થયો, માત્ર 24 કલાકમાં 303 મિલિયન વ્યૂઝને વટાવી ગયો. આ વીડિયોએ અમેરિકન કન્ટેન્ટ સર્જક IShowSpeedના રેકોર્ડને તોડી નાખ્યો, જેના વીડિયોને 24 કલાકમાં 300 મિલિયન વ્યૂઝ મળ્યા.
IShow Speedએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર BTS સાથેની તેમની મુલાકાતની રીલ શેર કરી, જે FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલ દરમિયાન શૂટ કરવામાં આવી હતી. આ રીલને માત્ર 24 કલાકમાં 300 મિલિયન વ્યૂઝ મળ્યા હતા, જે ઇન્સ્ટાગ્રામ ઇતિહાસમાં પ્રથમ 24 કલાકમાં કોઈપણ રીલ માટે સૌથી વધુ વ્યૂઝનો રેકોર્ડ બનાવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પીએમ મોદીના વીડિયોને 332 મિલિયન વ્યૂઝ મળ્યા
પરંતુ હવે, પીએમ મોદીના વીડિયોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, 24 કલાકમાં 3.03 અબજથી વધુ વ્યૂઝ મળ્યા છે. વધુમાં, આ વીડિયોએ રાત્રે પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પણ લગભગ 1 મિલિયન વધાર્યા છે. તેમજ સવારના 9 કલાક સુધીમાં આ વીડિયોને 332 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હવે 102 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. “કાલે કેબિનેટમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે!” કેપ્શનવાળા તેમના વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 303 મિલિયનથી વધુ વ્યૂઝ, 15 મિલિયન લાઇક્સ અને 1.3 મિલિયન કોમેન્ટ્સ મળી ચૂકી છે. 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝનો આ રેકોર્ડ સ્થાપિત થઈ ગયો છે. પીએમ મોદીના નવા ઇન્સ્ટાગ્રામ વીડિયોને માત્ર 8 કલાકમાં 56 મિલિયન વ્યૂઝ અને 5.9 મિલિયન લાઇક્સ મળ્યા છે.
પીએમ મોદીનો આ વીડિયો ખૂબ જ લોકપ્રિય બન્યો
સૌથી વધુ વાયરલ વીડિયો NEET પેપર લીક વિશેનો સેલ્ફી વીડિયો હતો. વીડિયોનું કેપ્શન હતું, “કાલની કેબિનેટ મીટિંગમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે!” તેને 300 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. “આભાર મિત્રો” ફોલો-અપ સેલ્ફી વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ઝાલમુરી ખાધી હતી, અને ઝાલમુરી ખાતાનો તેમનો વીડિયો પણ ખૂબ જ લોકપ્રિય થયો હતો. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.
પીએમ મોદીની વાંતારા ટૂર રીલ પણ વાયરલ થઈ હતી, જેને એક અબજથી વધુ વ્યૂઝ મળ્યા હતા. પીએમ મોદીએ વાંતારાનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાં પ્રાણીઓ (ખાસ કરીને હાથીઓ) સાથે વાતચીત કરી હતી. આ ટૂરની રીલ્સ અને પોસ્ટ્સ વાયરલ થઈ હતી. પીએમ મોદીની તેમના અવકાશ મિશન (સ્કાયરૂટ) અથવા બેડમિન્ટન જેવી સફળતાઓ પરની પોસ્ટ્સ ખૂબ જ લોકપ્રિય રહી છે, જેને 50-200 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
પીએમ મોદીએ રીલ દ્વારા યુવાનો સાથે વાત કરી
શેર કરેલા વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે, “હું જાણું છું કે પેપર લીક કોઈ નાની વાત નથી. આ લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે ખૂબ જ દુઃખદ છે.” તેમણે કહ્યું કે, “પેપર લીકની ઘટના પછી છેલ્લા અઢી મહિનામાં ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારો પકડાઈ ગયા છે અને જેલમાં છે. અમારી પ્રાથમિક જવાબદારી એ સુનિશ્ચિત કરવાની હતી કે વિદ્યાર્થીઓનું વર્ષ બગાડવામાં ન આવે. સરકારે 22 લાખ વિદ્યાર્થીઓ શક્ય તેટલા ઓછા સમયમાં તેમની પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રયાસો કર્યા.”
આ પણ વાંચો : અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર, બગોદરા-સનાથલ હાઇવે બંને બાજુ બંધ, ડાયવર્ઝન અપાયું












