ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

“PM મોદી 25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયલની મુલાકાતે જશે,” નેતન્યાહૂએ કરી જાહેરાત

જેરુસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે (સોમવારે) જાહેરાત કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 થી 26 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસની ઇઝરાયલ મુલાકાતે આવશે. તેમણે મુખ્ય અમેરિકન યહૂદી સંગઠનોના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી. “સંસદમાં ભાષણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સભાને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, “સંસદમાં ભાષણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે? નરેન્દ્ર મોદી.”

નેતન્યાહૂએ કહ્યું, “ઇઝરાયલ અને ભારત વચ્ચે એક જબરદસ્ત જોડાણ છે અને અમે તમામ પ્રકારના સહયોગ પર ચર્ચા કરીશું. હવે, તમે જાણો છો, ભારત કોઈ નાનો દેશ નથી. તેની વસ્તી 1.4 અબજ છે. ભારત અત્યંત શક્તિશાળી અને અત્યંત લોકપ્રિય છે”.

પ્રધાનમંત્રી મોદીની ઇઝરાયલ મુલાકાત: પોઈન્ટ્સમાં સમજો

  • આ પ્રધાનમંત્રી મોદીની તેમના ત્રીજા કાર્યકાળમાં ઇઝરાયલની પહેલી મુલાકાત હશે.
  • મોદીની ઇઝરાયલ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક, સંરક્ષણ અને તકનીકી સંબંધોને નવી ગતિ આપી શકે છે.
  • પ્રધાનમંત્રી મોદીએ છેલ્લે 2017માં ઇઝરાયેલની મુલાકાત લીધી હતી, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 25 વર્ષ પૂર્ણ થવાનુ પ્રતીક હતુ.
  • અગાઉની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહૂએ સંરક્ષણ, સાયબર સુરક્ષા, કૃષિ અને આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં સહયોગની ચર્ચા કરી હતી.
  • આ વખતે, બંને નેતાઓ પશ્ચિમ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે થયો હતો આ કરાર

બંને દેશોએ સપ્ટેમ્બરમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલા, ગયા વર્ષે નવેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ઇઝરાયલ મુલાકાત દરમિયાન, મુક્ત વેપાર કરાર (FTA) અને TOR સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઉલ્લખનીય છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. પીએમ મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ સારા મિત્રો છે અને એકબીજા સાથે ખૂબ જ ઉષ્માભર્યા રીતે મળે છે. હવે જોવાનું એ રહે છે કે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત પછી બંને દેશોને શું ફાયદો થાય છે અને કઈ જાહેરાતો થાય છે.

આ પણ વાંચો: ISISના નિશાના પર છે 1 હજાર ટન યુરેનિયમ, જેનાથી બની શકે છે 107 પરમાણુ હથિયાર

Back to top button