થોડીવારમાં પીએમ મોદીનું ભાવનગરમાં થશે આગમન, મુખ્યપ્રધાન પહોંચ્યા

ભાવનગર, તા. 20 સપ્ટેમ્બર, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ભાવનગર પહોંચશે. પીએમને આવકારવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી રોડ શૉ યોજશે. ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે.
તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
गरवी गुजरात के माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी का भावनगर एयरपोर्ट आगमन पर आत्मीय स्वागत एवं सम्मान किया।
भावनगर की पुण्यभूमि पर माननीय मुख्यमंत्री जी का आगमन गर्व का क्षण है।#Bhavnagar #Gujarat #CMShriBhupendraPatel #GarviGujarat pic.twitter.com/rfk5wlg3i8— Nimuben Bambhaniya (@Nimu_Bambhaniya) September 20, 2025
વડાપ્રધાનની સુરક્ષાને લઇ ભાવનગર શહેર પોલીસછાવણીમાં ફેરવાઇ ગયું છે. એરપોર્ટથી લઇ જવાહર મેદાન સુધી સમગ્ર રૂટ પોલીસછાવણીમાં ફેરવાયો છે. ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર સહિત રેલવે પોલીસ બોલાવાઇ છે અને 4 જેટલા એડિ. ડીજી અને આઇજી કક્ષાના અધિકારી સહિત 4 હજારથી વધુ પોલીસકર્મી તહેનાત રહેશે.
સુસ્વાગતમ્
વિશ્વફલક પર ગુજરાત તેમજ ભારતની અસ્મિતા અને ગૌરવને બુલંદ કરનાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતની પુણ્યઘરા પર હાર્દિક સ્વાગત છે.#welcomemodiji #bhavnagar pic.twitter.com/zWxnz8SOXO
— Bharat Pandya (@bharatpandyabjp) September 20, 2025
આ પણ વાંચોઃ ભ્રષ્ટાચારે માજા મુકીઃ જામનગર-કાલાવાડ રોડ પર સરપંચ પતિને ACB એ સાણસામાં લીધો











