ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“કોંગ્રેસે DMKને દગો આપ્યો”, તમિલનાડુમાં TVKને સમર્થન આપવા પર PM મોદીનો મોટો હુમલો

PM Modi: સી. જોસેફ વિજયે 10 મેના રોજ નહેરુ સ્ટેડિયમમાંમાં તમિલનાડુના મુખ્યમંત્રી પદની શપથ લીધી. તેઓ હવે 1967 પછી એવા પ્રથમ નેતા બન્યા છે, જેઓ ડીએમકે અને એઆઈએડીએમકે ગઠબંધન બહારથી આવીને તમિલનાડુ સરકારનું નેતૃત્વ કરશે. જોકે આ બધું એટલું સરળ નહોતું, થલાપતિને સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે એક જ અઠવાડિયામાં ચાર વખત મુલાકાત કરવી પડી હતી. વિધાનસભા ચૂંટણીમાં TVK રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ સરકાર ચલાવવા માટે તેમને કોંગ્રેસ, વામપંથી પાર્ટીઓ અને અન્ય નાના દળોના સમર્થન પર નિર્ભર રહેવું પડશે. આ વચ્ચે તમિલનાડુની આ ગઠબંધન સરકારને લઈને નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે.

PM મોદીએ કોંગ્રેસને પરજીવી પાર્ટી ગણાવી

PM મોદીએ કોંગ્રેસ પર લાંબા સમયથી ચાલતા મહાગઠબંધન ભાગીદાર DMK સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો. કર્ણાટકના બેંગલુરુમાં શનિવારે જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, “આજે કોંગ્રેસની છબી એક પરજીવી પાર્ટી તરીકે બની ગઈ છે અને એટલા માટે જ તક મળતા જ તે પોતાના સાથીદારોને પણ દગો આપે છે. તમિલનાડુને જ જોઈ લો.”

UPA સરકાર ઘણી વખત DMKના કારણે બચી- PM મોદી

PM મોદીએ કોંગ્રેસને પરજીવી પાર્ટી ગણાવતા કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લા 25-30 વર્ષોથી કોંગ્રેસ અને DMK વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે. DMK સાથેના ગઠબંધને અનેક વખત કોંગ્રેસને સંકટમાંથી બચાવી છે. તેમણે વધુમાં દાવો કર્યો કે 2014 પહેલાંના 10 વર્ષ સુધી સત્તામાં રહેલી UPA સરકાર પણ DMKના સમર્થનને કારણે જ ટકી રહી હતી.

સત્તાની ભૂખી છે કોંગ્રેસ – PM મોદી

PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે DMK છેલ્લા 25-30 વર્ષથી દરેક સુખ-દુઃખમાં કોંગ્રેસ સાથે ઊભી રહી હતી. તેમણે કહ્યું કે DMKએ દરેક સમયે કોંગ્રેસના હિતમાં કામ કર્યું, પરંતુ અન્ય રાજ્યોમાં રાજકીય સમીકરણો બદલાતા જ સત્તાની ભૂખી કોંગ્રેસે પહેલી તક મળતાં જ DMKને દગો આપી દીધો.

આ પણ વાંચો: હિમંતા બિસ્વા સરમા સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, આ દિવસે લેશે મુખ્યમંત્રી પદના શપથ

Back to top button