ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાટણ : આકરા તાપથી બચવા તળાવમાં નહાવા ગયેલા ભાઈ-બહેને જીવ ગુમાવ્યો

  • હાલ બંને બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે
  • બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે
  • બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં

પાટણમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું છે. સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે.

બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે

બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. હાલ, બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પાટણના સરસ્વતી મોરપા ગામે ચારથી પાંચ બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન 9 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતાં, ત્યારે તેમને ડૂબતા જોઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી હતી.

હાલ બંને બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે

બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતાં. હાલ બંને બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનો એક સાથે પરિવારના બે બાળકોને ગુમાવવાના દુઃખમાં ગરકાવ છે.

Back to top button