ગુજરાતચૂંટણી 2022

પ્રખર રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ બનશે પાલનપુરના મહેમાન

  • પાલનપુરમાં 28 જૂને પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું પ્રવચન યોજાશે
  • રાષ્ટ્રીય જાગરણ મંચના ઉપક્રમે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દેશની સાંપ્રત પરિસ્થિતિ પર કરશે ઉદ્દબોધન

રાષ્ટ્રીય જાગરણ મંચ પાલનપુરના ઉપક્રમે આગામી 28મી જૂનના રોજ પાલનપુર ખાતે પ્રખર રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના ઉમિયાધામ-3 ખાતે 28 મી જૂને રાત્રે 8 વાગે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દેશની સાંપ્રત પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકતા રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા શ્રોતાઓ સમક્ષ પોતાનું ઓજસ્વી પ્રવચન આપશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પ્રખર રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ રાષ્ટ્રવાદી વિચારસરણીવાળા પ્રખર વિદ્વાન વક્તા છે કે જેમને સાંભળવા માટે યુવાવર્ગ તલપાપડ હોય છે. તેમની ધારદાર વાણી અને તર્ક સાથે રજૂ કરાતી ઓજસ્વી વાણી અને ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને બચાવવાની વિચારધારા ધરાવે છે. પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. જેમને તેમના વ્યવસાય જીવનની શરૂઆત પત્રકારત્વથી કરી હતી. તેઓ સંસ્કૃત, હિન્દી અને ઉર્દુ ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે. અને એક પ્રખર વક્તા છે. જેઓએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની કતલ હોય કે ધારા 370, 35-એ કે ધારા 30 ની વાત હોય આ બાબતમાં સરકારના તમામ નિર્ણયોનું ખુલીને તર્કબદ્ધ સમર્થન કર્યું છે. અને સરકારની તરફેણમાં લોકમત ઉભો કરવા માટે પોતાના વક્તવ્યો દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે.

2જી નવેમ્બર 1960માં જ્યાં ચોક્કસ ધર્મ વિશેષનું સત્તા અને સંપત્તિ પર પ્રભુત્વ હતું એવા અલીગઢમાં એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. જ્યાં તેમને વિદ્યાલયમાં ઉર્દુ ફરજિયાત ભણવું પડતું હતું. યુનિવર્સિટી કક્ષાએ તેઓને કુરાનનો ફરજિયાત અભ્યાસ કરવો પડ્યો. આ બધા અનુભવોથી તેમને બહુમતી હિન્દુઓને લઘુમતી દ્વારા સંવિધાનની આડમા કેવી રીતે બ્લેકમેલ કરવામાં આવે છે તેની સમજ કેળવાઈ. તેમના વક્તવ્યમાં તેમના અનુભવોની આગ અને આક્રોશ હોય છે. તેમની પત્રકારિતા તટસ્થ ન્યાયપ્રિય અને સાચા અર્થમાં બંધારણના ચોથા સ્તંભ જેવી રહી છે. જેના કારણે ભારત સરકાર દ્વારા 10 વર્ષ માટે સરકારના પ્રતિનિધી તરીકે તેમની પાકિસ્તાન ખાતે નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં પણ ફરજ બજાવી છે. પરંતુ તેમની રાષ્ટ્રવાદી વિચારસણીને કારણે તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમની પ્રામાણિકતાના કારણે તેઓ નિર્દોષ સાબિત થયા હતા.

ભારતીય તત્વજ્ઞાન ધર્મગ્રંથો અને પરંપરાઓનું ગહન અભ્યાસ કર્યો હોવાના કારણે તેઓ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વિરોધીઓ સામે નિર્ભયતાથી અને પ્રમાણો સાથે રાખી તેમની બોલતી બંધ કરી દે છે. તેમની સિંહ જેવી ગર્જના અને હિન્દુત્વની ત્રાડ આગામી 28મી જૂનના સાંજે આઠ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી પાલનપુરમાં સંભળાશે.

Back to top button