પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવ્યા સુસાઈડ ડ્રોન, કોઈપણ મોટા શહેરમાં અટેક થવાની સંભાવના

પાકિસ્તાન, 12 જૂન 2025: પાકિસ્તાનના દુશ્મન દેશે એક આત્મઘાતી ડ્રોન આર્મી બનાવી છે. કામિકાઝ ડ્રોન એરફોર્સ બનાવવાની સાથે, તેમાં કેટલાક હેલિકોપ્ટરનો પણ સમાવેશ કર્યો છે. આનાથી પાકિસ્તાનનો તણાવ વધશે તે નિશ્ચિત છે. આ ડ્રોન આર્મી ગમે ત્યાં હુમલો કરી શકશે, પછી ભલે તે કરાચી, રાવલપિંડી કે ઈસ્લામાબાદ હોય. આ કામ અફઘાનિસ્તાન પર કબજો જમાવી ચૂકેલા તાલિબાનો દ્વારા કરવામાં આવ્યું છે. તાલિબાનને કારણે પાકિસ્તાનને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ, અફઘાનિસ્તાને તેની નવી વાયુસેના બનાવી છે. તાલિબાને ડ્રોન એરફોર્સ બનાવવાની જાહેરાત કરી છે. તે હાલમાં ડ્રોન એરફોર્સનું પરીક્ષણ કરી રહ્યું છે અને આ માટે ભૂતપૂર્વ બ્રિટિશ SAS બેઝનો ઉપયોગ કરી રહ્યું છે. તાલિબાનની આ ઘાતક ડ્રોન ફોર્સ કોઈપણ દુશ્મન દેશને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે હાલમાં પરીક્ષણમાં છે.
પાકિસ્તાન ડ્રોન બનાવવા માટે એન્જિનિયરોની ભરતી કરશે
રિપોર્ટ મુજબ, તાલિબાન મોટા પાયે ડ્રોન બનાવવાનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ટૂંક સમયમાં આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની ભરતી કરશે. આમાં એક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે જેના પર ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તાલિબાન ડ્રોન બનાવવા માટે મોટા પાયે ભરતી શરૂ કરશે. આ પશ્ચિમી દેશોની સુરક્ષા એજન્સીઓ માટે પણ ચેતવણીની ઘંટડી જેવું છે.
યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે
રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન અને મિસાઈલ દ્વારા યુદ્ધ લડવામાં આવ્યું હતું. આ બંને દેશોએ સેનાની સીધી ભૂમિકા ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. યુક્રેને તાજેતરમાં ડ્રોન હુમલા દ્વારા રશિયાના ઘણા એરબેઝનો નાશ કર્યો હતો. હવે યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘પરપુરુષ સાથે જોઈ તો…’, રાત્રે 1 વાગ્યે પત્નીનું માથું વાઢી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો












