ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

66 વર્ષની ઉંમરે બીજીવાર દુલ્હન બની PAK એક્ટ્રેસ, તલાકશુદા શખસ સાથે કર્યા નિકાહ, બે યુવાન દીકરાની છે માતા

નવી દિલ્હીઃ 21 જાન્યુઆરી, 2026: પાકિસ્તાની મનોરંજન જગતના જાણીતા અભિનેત્રી બુશરા અંસારી પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. 69 વર્ષીય બુશરા અંસારીએ વર્ષ 2014માં પોતાના પ્રથમ પતિ સાથેના 36 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણી છૂટાછેડા લીધા હતા. જોકે, ત્યારબાદ 66 વર્ષની વયે બીજા નિકાહ કરીને તેમણે સૌને હેરાન કરી દીધા હતા.

છૂટાછેડાના ઘણા વર્ષો બાદ લીધો નિર્ણય

એક ઈન્ટરવ્યુ દરમિયાન બુશરા અંસારીએ મોટી ઉંમરે બીજા લગ્ન કરવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મને બીજા લગ્નની કોઈ જરૂર નહોતી. છૂટાછેડા પછી લગભગ 10-12 વર્ષ સુધી હું એકલી રહેતી હતી. હકીકતમાં, પ્રથમ પતિ સાથે એક જ ઘરમાં રહેતી હોવા છતાં હું એકલી જ હતી, કારણ કે અમે પરસ્પર વાતચીત પણ કરતા નહોતા. ત્યારબાદ હું ત્યાંથી અલગ થઈ ગઈ હતી.”

“મને કોઈ પુરુષની જરૂર નહોતી”

બુશરાએ વધુમાં ઉમેર્યું કે, “તે સમયે પણ મને કોઈ પુરુષનો સાથ જોઈએ તેવી જરૂરિયાત અનુભવાતી નહોતી. મેં મારા છૂટાછેડા વિશે કોઈને જણાવ્યું પણ નહોતું અને મારું નામ પણ બદલ્યું નહોતું, એટલે મારી પાસે કોઈ લગ્નના પ્રસ્તાવ લઈને આવતું પણ નહોતું.”

બીજા લગ્નને ગણાવ્યું ‘અલ્લાહનો પ્લાન’

બીજા લગ્ન વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, “આ તો કુદરતની કરામત છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ ઉંમરે હું ફરી લગ્ન કરીશ. મારા બાળકો મોટા થઈ ગયા હતા અને મારા બીજા પતિના બાળકો પણ સેટલ હતા. પરંતુ કેટલાક પ્લાન્સ અલ્લાહના હોય છે, આપણા નહીં. તેમના છૂટાછેડાને પણ સાત વર્ષ વીતી ગયા હતા. આ બધું ઈશ્વરની મરજીથી થયું છે. અમે બંને હવે સુખી છીએ, અમે એકબીજાને પરેશાન કરતા નથી કે એકબીજા પર દબાણ લાવતા નથી.”

 

Back to top button