ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડના ચમોલીમાં ગમખ્વાર અકસ્માત, ગાડી ખાઈમાં પડી જતા 12 લોકોના મોતની આશંકા

Text To Speech

ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ વાહન ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં લગભગ 12-13 લોકોના મોતની આશંકા છે. વાહનમાં લગભગ 17 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે. આ વાહન જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહ્યું હતું.

ચોમાલી- hum dekhenege news
ઉત્તરાખંડના ચમોલીમાં ઓવરલોડ વાહન ખાડામાં પડી

 આ પણ વાંચો:ઉત્તરાખંડના સિતારગંજમાં સ્કૂલ બસ પલટી જતાં મોટો અકસ્માત : વિદ્યાર્થિની સહિત બેનાં મોત, ઘણાં વિદ્યાર્થીઓ થયાં ઘાયલ

જણાવી દઈએ કે શુક્રવારે જોશીમઠના પલ્લા જાખોલા મોટરવે પર એક વાહન અકસ્માતની જાણ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન જોશીમઠથી કિમાણા તરફ જઈ રહ્યું હતું. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દુર્ઘટના સ્થળે 11 થી 12 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button